Saturday, October 3, 2026
Homehealthસ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

TVS MOTOSOUL 6.0:આ ડિસેમ્બરમાં ફરીથી થવા જઈ રહ્યું છે...

• TVS MotoSoulની આ છઠ્ઠી એડિશન 11-12 ડિસેમ્બર 2026ના...

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે ગેટવે અમદાવાદ, સિંધુ ભવન ખાતે ‘હૌસલા – સેલિબ્રેટિંગ સ્ટોરીઝ ઑફ કરેજ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સ અને તેમના પરિવારો માટેના આ ખાસ સપોર્ટ-ગ્રુપ મિલનમાં લગભગ 80 લોકો જોડાયા. બ્રેસ્ટ કેન્સર સામે જીત મેળવનાર મહિલાઓની સફરને બિરદાવવા માટે આ સાંજ યોજાઈ હતી. ફેશન, સંગીત, રમતો અને સાથે વિતાવેલા સમય દ્વારા સર્વાઇવર્સ અને તેમના પરિવારોને એકબીજા સાથે જોડાવાની, અનુભવો વહેંચવાની અને સારવાર પછીના જીવનની ઉજવણી કરવાની તક મળી.

સાંજે ડૉ. પૂજા નંદવાની પટેલ સાથે હૃદયસ્પર્શી ‘દિલ સે કન્વર્સેશન’ પણ યોજાયું, જેમાં સર્વાઇવર્સ અને તેમના પરિવારજનોએ દિલ ખોલીને વાતો કરી અને અનુભવો વહેંચ્યા. સંગીત, નૃત્ય, હાસ્ય અને રમતો એ કાર્યક્રમમાં આનંદ અને સક્રિય ભાગીદારી ઉમેરી, અને સર્વાઇવર્સ તથા પરિવારોને હળવા વાતાવરણમાં એકબીજાની નજીક લાવ્યા. સાંજનું સમાપન રાત્રિભોજન અને અનૌપચારિક મુલાકાતો સાથે થયું, જેના થી સહભાગીઓને નવા સંબંધો બાંધવાની અને પોતાનું સપોર્ટ નેટવર્ક મજબૂત કરવાની તક મળી.

ભારતમાં મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતું કેન્સર બ્રેસ્ટ કેન્સર છે અને દેશના કુલ કેન્સરના બોજમાં તેનો મોટો હિસ્સો છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ મુજબ, વર્ષ 2025માં ભારતમાં બ્રેસ્ટ કેન્સરના 2.3 લાખથી વધુ નવા કેસ નોંધાવાનો અંદાજ હતો. વધતા કેસ દર્શાવે છે કે વહેલું નિદાન અને સમયસર સારવાર જેટલાં જરૂરી છે, એટલો જ જરૂરી છે કેન્સરની સારવાર પછીના જીવનમાં મહિલાઓને મળતો ભાવનાત્મક અને સામાજિક સહારો.

‘હૌસલા’નું મુખ્ય આકર્ષણ એક ખાસ ફેશન શો હતો, જેમાં સ્ટર્લિંગ હૉસ્પિટલ્સમાં સારવાર લઈ ચૂકેલી બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સે ભાગ લીધો. સાથી સર્વાઇવર્સ અને પરિવારજનોની હાજરીમાં રૅમ્પ પર ચાલતા આ સહભાગીઓએ આત્મવિશ્વાસ અને આનંદ સાથે પોતાની સફરની ઉજવણી કરી. ફેશન શો તરીકે શરૂ થયેલો આ ભાગ હિંમત, આત્મવિશ્વાસ અને બ્રેસ્ટ કેન્સરના નિદાન તથા સારવાર પછી મેળવેલા અનેક સીમાચિહ્નોની ઉજવણી બની ગયો.

શ્રી રમણ ભાસ્કર (ઝોનલ ડિરેક્ટર, સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ) એ જણાવ્યું, “સ્ટર્લિંગ હૉસ્પિટલ્સમાં અમારી જવાબદારી સારવારના છેલ્લા દિવસ સાથે પૂરી થતી નથી. ‘હૌસલા’ એ સર્વાઇવર્સ અને તેમના પરિવારો સાથે સારવાર પછીની સફરમાં પણ ઊભા રહેવાની અમારી રીત છે, કાળજી, સાથ અને ઉજવણી સાથે. આ બહાદુર મહિલાઓને આટલા ગર્વ સાથે રૅમ્પ પર ચાલતી જોવી એ ક્ષણે અમને બધાને યાદ અપાવ્યું કે અમે આ કામ શા માટે કરીએ છીએ. અમે એવા મંચ બનાવતા રહીશું જ્યાં દરેક સર્વાઇવર પોતાને જોવાયેલી, મૂલ્યવાન અને સમર્થિત અનુભવે.”

ડૉ. સુધીર મોરડ (ઝોનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ) એ જણાવ્યું, “વહેલું નિદાન અને સમયસર સારવાર જીવ બચાવે છે, પરંતુ સારવારના છેલ્લા દિવસ સાથે સ્વસ્થ થવાની સફર પૂરી થતી નથી. સર્વાઇવર્સને સતત ભાવનાત્મક સહારો, નિયમિત ફૉલો-અપ અને તેમને સમજનારો સમાજ જોઈએ છે. ‘હૌસલા’ આ બધું એક આનંદભરી સાંજમાં એકસાથે લાવે છે. અમારી સર્વાઇવર્સને હસતી, આત્મવિશ્વાસથી ભરેલી અને સ્વજનો થી ઘેરાયેલી જોવી ખરેખર હૃદયસ્પર્શી હતું.”

શ્રીમતી રીના ઝાલા (બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર) એ જણાવ્યું, “જ્યારે મને કેન્સરનું નિદાન થયું ત્યારે હું એકલી અને ડરેલી હતી. આજે, મારી સફર સાચા અર્થમાં સમજનારી મહિલાઓ વચ્ચે રૅમ્પ પર ચાલતાં મને ફરી મજબૂત અને સુંદર લાગ્યું. ‘હૌસલા’એ મને મારા જીવનની ઉજવણી કરવાનો આત્મવિશ્વાસ આપ્યો, અને આ સાંજ હું હંમેશાં મારા દિલમાં સાચવી રાખીશ.”

શ્રીમતી ઉર્વશી ગોહેલ (બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર) એ જણાવ્યું, “આજે બીજી સર્વાઇવર્સને મળી ને મને સમજાયું કે આ સફરમાં હું એકલી નથી. સાથે માણેલું હાસ્ય, સંગીત અને વહેંચેલી વાતોએ મને નવી તાકાત આપી. આટલી હૂંફાળીઅને ઉત્સાહવર્ધક સાંજ યોજવા બદલ હું સ્ટર્લિંગ ટીમની આભારી છું.”

‘હૌસલા’ દ્વારા સ્ટર્લિંગ હૉસ્પિટલ્સે તબીબી સારવારથી આગળ સર્વાઇવરશિપ સપોર્ટનું મહત્ત્વ ફરીથી રેખાંકિત કર્યું. આ કાર્યક્રમએ બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સ અને તેમના પરિવારોને એકસાથે લાવ્યા, જેથી તેઓ હિંમતની ઉજવણી કરી શકે, અર્થપૂર્ણ સંબંધો બનાવી શકે અને આગળની સફરને ઉત્સાહથી અપનાવી શકે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

TVS MOTOSOUL 6.0:આ ડિસેમ્બરમાં ફરીથી થવા જઈ રહ્યું છે...

• TVS MotoSoulની આ છઠ્ઠી એડિશન 11-12 ડિસેમ્બર 2026ના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here