શેરબજાર: સેન્સેક્સ 26 અંક ઘટ્યો, નિફ્ટી 17950ની નીચે…

0
19
પાવર ગ્રીડ કોર્પ, મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા, NTPC, બજાજ ફિનસર્વના શેર વધ્યા
પાવર ગ્રીડ કોર્પ, મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા, NTPC, બજાજ ફિનસર્વના શેર વધ્યા

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9.29 કલાકે સેન્સેક્સ 26 અંક ઘટી 60032 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 10 અંક વધી 17905 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ પર ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ભારતી એરટેલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટીસીએસ 6.00 ટકા ઘટી 3699.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ટેક મહિન્દ્રા 2.36 ટકા ઘટી 1405.95 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે પાવર ગ્રીડ કોર્પ, મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા, એનટીપીસી, બજાજ ફિનસર્વ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 2.93 ટકા વધી 193.15 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 2.89 ટકા વધી 7640.10 પર કારોબાર કરી રહ્યો છે.