સુરત : યોગીચોકના સલૂનવાળાએ મંગાવ્યું હતું 24.60 લાખનું ડ્રગ્સ, ખેપીયાઓ ઝડપાઈ જતા ભાંડો ફૂટ્યો

0
79
સુરતના સરથાણા વિસ્તારમાં હેર સલુનની દુકાનની બાજુમાં વેલ્ડિંગનું કામ કરતા હતા, તેમજ હેર સલૂન માલિકે આ ડ્રગ્સ જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાતને પગલે સુરત એસઓજી પોલીસે સલૂન માલિકની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે
સુરતના સરથાણા વિસ્તારમાં હેર સલુનની દુકાનની બાજુમાં વેલ્ડિંગનું કામ કરતા હતા, તેમજ હેર સલૂન માલિકે આ ડ્રગ્સ જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાતને પગલે સુરત એસઓજી પોલીસે સલૂન માલિકની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

બનાસકાંઠામાં બે યુવાનો ડ્રગ્સના જથ્થા સાથે પકડાયા, આ શખ્સોએ ડ્રગ્સ સુરતના યોગી ચોકમાં આવેલા સલૂન માલિક અને મૂળ ભાવનગરના વ્યક્તિને આ માલ આપવા નીકળ્યા હોવાની કબૂલાત

સુરત :  રાજ્યના બનાસકાંઠા જિલ્લાના નેનાવા બોર્ડર પાસેથી બે દિવસ પહેલાં પોલીસે રાજસ્થાનથી રૂ.24.60 લાખનું એમ.ડી.ડ્રગ્સ મંગાવનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા્ હતા. જોકે, આ મામલે વધુ તપાસ કરતા આ યુવકોનું સુરત કનેકશન નીકળ્યું છે.  જોકે બંને રાજેસ્થાની યુવકો સુરતના સરથાણા વિસ્તારમાં હેર સલુનની દુકાનની બાજુમાં વેલ્ડિંગનું કામ કરતા હતા, તેમજ હેર સલૂન માલિકે આ ડ્રગ્સ જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાતને પગલે સુરત એસઓજી પોલીસે સલૂન માલિકની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.ગુજરાત મોટા પ્રમાણ માં નશાનો કારોબાર ચાલે છે ત્યારે આ કારોબાર પર ગુજરાત પોલીસે લાલ આંખ કરીને આ નશાનો કારોબાર કરતા ઇસમોને ઝડપી પાડવાની કાર્યવાહી સતત કરી રહી છે, ત્યારે બે દિવસ પહેલાં  બનાસકાંઠા એસઓજીએ બે દિવસ અગાઉ ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ.24.60 લાખની કિંમતના 246 ગ્રામ એમ.ડી.ડ્રગ્સની હેરાફેરી કરતા બે રાજસ્થાની યુવાનોને ઝડપી લીધા હતા.રાજસ્થાનથી એમ.ડી.ડ્રગ્સ લાવનાર બંને યુવાનોએ ડ્રગ્સનો જથ્થો સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં હેર સલૂન ધરાવતા યુવાનને આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી. તેમની કબૂલાતને પગલે બનાસકાંઠા એસઓજીની ટીમ સુરત આવી હતી અને સુરત એસઓજીએ તેમની મદદમાં રહી આજરોજ સરથાણા યોગીચોક પૂજન રેસિડન્સીમાં લુકવેર હેર સલૂન ધરાવતા જયદીપ ઉર્ફે જે.પી. રાજેશભાઈ પરમાર જે મૂળ  . ડુંગરવાળી શેરી, ભટ્ટ ચોક, તળાજા, ભાવનગર છે તેને ઝડપી પડ્યો હતો.ઝડપાયેલા રોપીની પૂછપરછ કાર્ટ પોલીસ પણ ચોકી ઉઠી હતી પકડાયેલા આરોપી જયદીપ બનાસકાંઠા એસઓજીએ બે દિવસ અગાઉ ઝડપેલા બે રાજસ્થાની યુવાનો અગાઉ તેના હેર સલૂનની બાજુમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા હતા અને ક્યારેક ક્યારેક ડ્રગ્સ લાવતા હતા. તેથી તેણે તેમની પાસે એમ.ડી.ડ્રગ્સ મંગાવ્યું હતું. જયદીપે પોતે ડ્રગ્સ લેતો હોય મંગાવ્યાની કબૂલાત કરી હતી. પરંતુ તે હેર સલૂનની આડમાં એમ.ડી.ડ્રગ્સ વેચતો હોવાની એસઓજીને આશંકા છે.