T20 World Cup: ટીમ ઇન્ડિયાની નવી જર્સીના રંગમાં રંગાયું બુર્જ ખલિફા

0
21
MPL સ્પોર્ટ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જર્સી પર ચાહકોની લાગણી દર્શાવવામાં આવી છે. તે ચોક્કસ 'ધ્વનિ તરંગ' ની પેટર્ન દ્વારા દર્શાવવામાં આવી છે.
MPL સ્પોર્ટ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જર્સી પર ચાહકોની લાગણી દર્શાવવામાં આવી છે. તે ચોક્કસ 'ધ્વનિ તરંગ' ની પેટર્ન દ્વારા દર્શાવવામાં આવી છે.

ટી 20 વર્લ્ડ કપ 2021માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી ગઈકાલે જ લોન્ચ કરવામાં આવી હતી. આ જર્સી ટીમ ઇન્ડિયાના ફેન્સ દ્વારા પ્રેરિત છે. લોન્ચિંગના દિવસે વિશ્વની સૌથી ઊંચી ઇમારત ‘બુર્જ ખલીફા’ પણ ટીમ ઇન્ડિયાની જર્સીના રંગમાં રંગાઈ ગઈ હતી. આનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં નવી જર્સી સાથે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસવીર દેખાય છે.

ટીમ ઈન્ડિયા 18 અને 20 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં આ જર્સીમાં મેદાનમાં ઉતરશે.

MPL સ્પોર્ટ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જર્સી પર ચાહકોની લાગણી દર્શાવવામાં આવી છે. તે ચોક્કસ ‘ધ્વનિ તરંગ’ ની પેટર્ન દ્વારા દર્શાવવામાં આવી છે. જર્સીમાં ડાર્ક બ્લુ કલરનાં બે શેડ આપવામાં આવ્યા છે.જર્સી લોન્ચ થયા બાદ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં છે અને તેમના ઉત્સાહ અને ઉર્જાની ઉજવણી કરવા માટે જર્સી પર તેને બતાવવા કરતાં વધુ સારી રીત કોઈ નથી. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે તેનાથી ટીમને ટી 20 ચેમ્પિયન બનવામાં જરૂરી સમર્થન મળશે.