Friday, September 25, 2026
HomeIndiaપરોપકારી પ્રવૃત્તિ અને વ્યવસાય વચ્ચે, ટાટાએ નિયંત્રણ રેખા દોરવાની જરૂરિયાત

પરોપકારી પ્રવૃત્તિ અને વ્યવસાય વચ્ચે, ટાટાએ નિયંત્રણ રેખા દોરવાની જરૂરિયાત

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ટાટા જૂથમાં હાલમાં પર્ફોમન્સ કે નેતૃત્ત્વ અંગેની નહી, પરંતુ કોણ નિયંત્રણનો અને કઇ જવાબદારી હેઠળ ઉપયોગ કરી રહ્યું છે તે અંગેની ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગના અગ્રણી નિરીક્ષક દ્વારા તાજેતરના દ્રષ્ટિકોણ મુદ્દો એ રહ્યો હતો કે ટાટા ટ્રસ્ટ એ કસ્ટોડિયન છે, માલિક નહી. આ ભેદભાવ અગત્યનો એટલા માટે છે કે તે જૂથના કાનૂની અને શાસન માળખાને વ્યાખ્યાયિત કરે છે.

ટાટા ટ્રસ્ટ એ જાહેર સખાવતી ટ્રસ્ટ છે જેનું અનુશાસન મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ કાયદા હેઠળ લેવામાં આવે છે. તેમની ભૂમિકા અસ્કયામતો જાળવી રાખવાની અને તેનો સખાવતી હેતુઓ માટે ઉપયોગ કરવાની છે. તેઓ મુખ્યત્વે નફા અને સંપત્તિ પર કેન્દ્રિત પરંપરાગત કોર્પોરેટની દ્રષ્ટિએ ફક્ત પ્રમોટરો નથી.

તેની સાથે, ટાટા ટ્રસ્ટ ટાટા સન્સમાં મહત્તમ હિસ્સો ધરાવે છે. તે તેમને બોર્ડમાં નિમણૂંક અને નેતૃત્ત્વની પસંદગી સહિતના મહત્ત્વના નિર્ણયો પર નોંધપાત્ર પ્રભાવ પાડવાની સત્તા આપે છે. કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિયેશન સાથે સંકળાયેલા અધિકારો મારફતે આ પ્રભાવનો ઉપયોગ કરવામાં આવે છે.

આ બાબત એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જ્યાં નિયંત્રણ અને નેતૃત્ત્વ તેઓ જેમાં કામ કરે છે તેવા કોર્પોરેટ ભારતમાં સામાન્ય માર્ગ સાથે સંરેખિત નથી. ટાટા ટ્રસ્ટ નિર્ણયો પર પ્રભાવ પાડે છે પરંતુ ફરીથી તેમને પ્રમોટરો તરીકે વર્ગીકૃત કરી શકાતા નથી. તેમની વિશ્વાસપાત્ર ફરજ ટાટા સન્સના બધા શેરધારકો પ્રત્યે નહીં, પરંતુ સખાવતી ઉદ્દેશ્યો પ્રત્યે છે. અહીંથી શાસનનો પ્રશ્ન ઉભો થાય છે.

અનુભવી ભારતીય કોર્પોરેટ માંધાતા તરીકે અને સ્વતંત્ર ડિરેક્ટર જે રીતે ભાર મુકે છે તેમ જો ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ચોક્કસ સિદ્ધાંતોના સેટ સિવાય કોઇના પ્રત્યે જવાબદાર ન હોય તો તે સિદ્ધાંતો શેના માટે છે તેના અર્થઘટન માટે મુક્ત સ્વતંત્રતા રહે છે.

બીજી બાજુ ટાટા સન્સના બોર્ડ પર કંપની ચલાવવાની પણ જવાબદારી છે અને તેના શેરધારકો માટે પણ જવાબદાર છે. આમ છતાં, અલગ વિશ્વાસપાત્ર માળખા સાથે મહત્તમ શેરધારક ચેરિટેબલ ટ્રસ્ટ હોય તો જવાબદારીની રેખાઓ ઓછી સ્પષ્ટ થાય છે.

એક કોર્પોરેટ વકીલ તરીકે ઝીયા મોદીએ આ પ્રકારના માળખાઓ પરની ચર્ચાઓમાંથી નોંધ્યું છે કે ટ્રસ્ટીઓ, કોર્પોરેટ શેરધારકો નહીં પરંતુ તેમના લાભાર્થીઓની વિશ્વાસપાત્ર ફરજોથી બંધાયેલા હોય છે. આ બાબત ટ્રસ્ટના ઉદ્દેશો અને વ્યાપારી સાહસના ઉદ્દેશો વચ્ચે ફરક પાડે છે.

ટાટાના કિસામાં આ તફાવત એટલા માટે અગત્યનો છે કે સમાન સાહસ જે નિયંત્રણ સત્તા ધરાવે છે તે અલાયદી કાનૂની જવાબદારીથી માર્ગદર્શિત છે. તે અનુશાસનની સ્પષ્ટતામાં ત્રુટીમાં પરિણમે છે. એવું કોઇ જ સ્પષ્ટ માળખું નથી કે જે ટ્રસ્ટ ક્યાં સુધી ઓપરેશનલ બાબતોમાં સમાવિષ્ટ રહી શકે અથવા તો ટ્રસ્ટ અને બોર્ડ વચ્ચેની અસંમતિઓઓનું કેવી રીતે સમાધાન કરવું જોઇએ.

ટાટા જૂથ માટે આ વિશિષ્ટ બાબત નથી, પરંતુ જૂથનો સ્કેલ (માત્રા) અને દૂરંદેશીતા આ મુદ્દાને વધુ અગત્યનો બનાવે છે. તે ભારતમાં કોર્પોરેશન અનુશાસન માટે એક વ્યાપક પશ્ન ઊભો કરે છે કે: જ્યારે પરંપરાગત પ્રમોટરોને બદલે જ્યારે ટ્રસ્ટ દ્વારા નિયંત્રણ કરવામાં આવતુ હોય તેવા માળખા સાથે કાયદો અને નિયમનકારી માળખાએ કેવી રીતે કામ કરવું જોઇએ.

“ટાટા ટ્રસ્ટ કસ્ટોડિયન તરીકે કામ કરવાનુ ચાલુ રાખી શકે છે. ટાટા સન્સ હોલ્ડિંગ કંપની તરીકે કામ કરવાનું ચાલુ રાખી શકે છે. પરંતુ બન્ને વચ્ચેના સંબંધને વધુ સ્પષ્ટ વ્યાખ્યાની જરૂર છે. આ સ્પષ્ટતા સાથે, કસ્ટોડિયન અને નિયંત્રણ વચ્ચેનો ફરક અસ્પષ્ટ રહેશે,”એમ કોર્પોરેટ વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here