Monday, September 28, 2026
Homenationalનર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં; 22 સપ્ટેમ્બરે કેવડિયામાં સર્જાશે ઐતિહાસિક અવસર

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું ગૌરવપૂર્ણ આયોજન ; મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં 92 પ્રતિભાઓને સન્માનિત કરાશે

રાજપીપલા,તા 7

નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2024નો ભવ્ય સમારોહ તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનાર છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના 70 વર્ષથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે, જે ગુજરાત અને નર્મદા જિલ્લા માટે વિશેષ ગૌરવની ક્ષણ બની રહેશે.

ભારતીય સિનેમા જગતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરતા આ રાષ્ટ્રીય સમારોહમાં કુલ 92 પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે આશરે 75 મિનિટના ભવ્ય સમારોહમાં પુરસ્કારો એનાયત કરવામાં આવશે.

રાષ્ટ્રીય કક્ષાના આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે એરિયા ખાતે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે અંદાજે 1,000 મહેમાનોની બેઠક ક્ષમતા સાથે જરૂરી માળખાકીય અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેવા અતિમહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું સુચારૂં અને ગરિમાપૂર્ણ આયોજન થાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા, સુરક્ષા, પ્રોટોકોલ, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન, સ્થળ વ્યવસ્થા તેમજ અન્ય આનુષંગિક તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં યોજાનાર આ રાષ્ટ્રીય સમારોહ નર્મદા જિલ્લાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક આગવી ઓળખ અપાવશે. દેશના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારો પૈકીના એક સમારોહની યજમાની કરવાની તક ગુજરાત અને ખાસ કરીને એકતાનગર-કેવડિયાને મળવી એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.

મહામહિમ રાષ્ટ્રપતિની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ, ભારતીય સિનેમા જગતની પ્રતિષ્ઠિત પ્રતિભાઓની હાજરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વૈશ્વિક ઓળખ—આ ત્રણેયના સંગમથી કેવડિયામાં યોજાનાર આ સમારોહ યાદગાર અને ઐતિહાસિક બની રહેશે.

આ ઐતિહાસિક કાર્યક્રમને ભવ્યતા, શિસ્ત અને સંપૂર્ણ ગરિમા સાથે સફળ બનાવવા માટે ગુજરાત સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલિત આયોજન સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here