કોરોનાથી અનાથ થયેલા બાળકોનું કેન્દ્ર PM કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ રૂપિયા 2 હજારને બદલે રૂપિયા 4 હજાર આપશે..

0
32
દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નજીકની સેન્ટ્રલ સ્કૂલ અથવા પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવશે
દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નજીકની સેન્ટ્રલ સ્કૂલ અથવા પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવશે

કોરોના સંક્રમણને લીધે પોતાના માતાપિતા ગુમાવી ચુકેલા બાળકોને મળતા સ્પાઈપેન્ડમાં રૂપિયા 2 હજાર વધારો કરવામાં આવી શકે છે. સરકાર આવા બાળકોને રૂપિયા 2 હજારને બદલે રૂપિયા 4 હજારની આર્થિક સહાયતા આપી શકે છે. કેન્દ્રીય કેબિનેટ આગામી કેટલાક સપ્તાહોમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 મેના રોજ PM કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ એવા બાળકોને રૂપિયા 2 હજારની સહાયતા રકમ સાથે અભ્યાસ અને મેડિકલ ઈન્સ્યોરન્સની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. હવે સહાયતાની રકમમાં વધારો કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે અનાથ બાળકોને મળતા સ્ટાઈપેન્ડની રકમ રૂપિયા 4 હજાર કરવાની પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ અંગે કેટલાક સપ્તાહોમાં કેબિનેટની મંજૂરી લાગી શકે છે.મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રમાણે કેન્દ્ર સરકારે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન માટે અત્યાર સુધી 467 જિલ્લામાંથી 3250 અરજી મળી છે. આ પૈકી વિવિધ રાજ્યોના જિલ્લા અધિકારીઓએ 667 આરજીઓને મંજૂર કરવામાં આવી છે. અન્ય અરજી અંગે તપાસ ચાલી રહી છે.કોરોનાને લીધે પોતાના માતા-પિતાને ગુમાવનાર બાળકોને 18 વર્ષની ઉંમર સુધી પ્રત્યેક મહિને સ્ટાઈપેન્ડ મળશે.જ્યારે 23 વર્ષની ઉંમર થશે ત્યારે PM કેર્સ ફંડમાંથી રૂપિયા 10 લાખની રકમ એક સાથે આપવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી આ બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. આ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લોન મળશે, જેનું વ્યાજ પીમ કેર્સ ફંડમાંથી આપવામાં આવશે. આ બાળકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ 18 વર્ષ સુધી 5 લાખ રૂપિયા સુધી હેલ્થ ઈન્સ્યોરન્સ મળશે. આ ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ પીએમ કેર્સ ફંડમાંથી આપવામાં આવશે.દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નજીકની સેન્ટ્રલ સ્કૂલ અથવા પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવશે. જે બાળકો 11થી 18 વર્ષ વચ્ચેના છે તેમને સૈનિક સ્કૂલ અને નવોદય વિદ્યાલય જેવા કેન્દ્ર સરકારોને કોઈ પણ આવાસીય સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવશે. જો બાળકોને એડમિશન ખાનગી શાળામાં કરવામાં આવે છે, તો શિક્ષણનો અધિકાર કાયદા હેઠળ તેની ફી પીએમ કેર્સ ફંડમાંથી આપવામાં આવશે અને તેના શાળાના યુનિફોર્મ, પુસ્તકો તથા કોપીને લગતા ખર્ચની ચુકવણી કરવામાં આવશે.