Saturday, July 18, 2026
HomeGujaratગુજરાત સરકાર આજે વિધાનસભા ગૃહમાં લવ જેહાદનો કાયદો પસાર કરશે

ગુજરાત સરકાર આજે વિધાનસભા ગૃહમાં લવ જેહાદનો કાયદો પસાર કરશે

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

આજે ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે

ગાંધીનગર : ગુજરાત સરકાર પણ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ લવ જેહાદનો કાયદો આજે વિધાનસભામાં પસાર કરશે. વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસ ગુરુવારે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવશે અને ગુજરાતમાં લવ જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર રોક લગાવશે. આ લવજેહાદનો કાયદો ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભામાં દાખલ કરવામાં આવશે.આજે ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આમ તો આ સમગ્ર સુધારો લવ જેહાદની પ્રવૃતિ રોકવા માટે છે. ઉતરપ્રદેશની પેટર્ન મુજબ લવ જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહ્યો છે અને તેની જોગવાઈ મુજબ કસુરવાન વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા-2 લાખની ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.

જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021માં સુધારો કરતા બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. જે વિધાનસભાના છેલ્લા દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે.ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003થી પ્રલોભન, બળજબરીપૂર્વક અથવા ગેર રજૂઆત અથવા કોઈ બીજા કપટ યુક્ત સાધનો મારફતે કરાયેલા ધર્મ પરિવર્તનની તજવીજ કરવા ધાર્યું છે. તેમ છતાં સારી જીવનશૈલી દેવીકૃપાનો વાયદો કરી અને ખોટા નામ ધારણ કરીને ધર્મ પરિવર્તનના બનાવો બની રહ્યા છે. હાલમાં ધર્મ પરિવર્તનના હેતુ માટે સ્ત્રીઓને લગ્ન માટે લલચાવવાના બનાવો વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.લગ્ન કરીને અથવા કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો જરૂરી લાગ્યું છે. આથી રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here