ઋષિકેશ પહોંચેલા ગુજરાતી પ્રવાસીઓ કોરોનાથી સંક્રમિત, સ્થાનિક તંત્ર દોડતું થયું

0
25
અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે,
અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે,

દેહરાદૂન: ઉત્તરાખંડના ઋષિકેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા ઋષિકેશ પહોંચેલા ગુજરાતના 22 પ્રવાસીઓનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ બુધવારે ફરી ગુજરાતના 6 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. Covid-19 Positiveજણાવી દઈએ કે, બુધવારે ઋષિકેશમાં 6 ગુજરાતીઓ સહિત 17 પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને રેન્ડમ સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. Covid-19 Positiveઉલ્લેખનીય છે કે, 21 માર્ચે પણ ગુજરાતથી ઋષિકેશ પહોંચેલા 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા 23 માર્ચે રેન્ડમ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બુધવારે 17 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી 6 ગુજરાતના છે, જ્યારે 11 તપોવનના છે.  આ અંગે આરોગ્ય વિભાગના કોરોના તપાસ ટીમના પ્રભારી જગદીશ જોશીએ જણાવ્યું કે, ઋષિકેશના મુનિ કી રેતીના તપોવન વિસ્તારમાં ગુજરાતથી આવેલાં 6 યાત્રાળુ તેમજ 11 હોટલ કર્મી-યોગ અભ્યાસુઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અહીં જ ગત 18 માર્ચે ગુજરાતથી આવેલા 22 યાત્રાળુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈકાલે વધુ 17ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 11 જણા હાલ તપોવન કોવિડ કેર સેન્ટરમાં છે, જ્યારે 6 ગુજરાતી કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ત્યાંથી જતા રહેતાં તેમના ફોન નંબર મેળવી સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.