યમુના એક્સપ્રેસ વે પર ડિવાઇડર તોડી કાર પર ટેન્કર પલટી ગયું; 7 લોકોના મૃત્યુ, જેમાંથી 4 લોકો એક જ પરિવારના

0
9
પોલીસ કર્મચારીઓએ એક્સપ્રેસ વેના કર્મચારીઓ સાથે મળીને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતમાં ટેન્કર પલટી ગયા બાદ લાંબા સમય સુધી ડીઝલ રસ્તા પર ફેલાતું રહ્યું હતુ
પોલીસ કર્મચારીઓએ એક્સપ્રેસ વેના કર્મચારીઓ સાથે મળીને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતમાં ટેન્કર પલટી ગયા બાદ લાંબા સમય સુધી ડીઝલ રસ્તા પર ફેલાતું રહ્યું હતુ

લખનઉ : યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં ઇનોવા કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી. બચાવકર્તાઓ અને પોલીસકર્મીઓને મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતીઉત્તરપ્રદેશના મથુરા નજીક યમુના એક્સપ્રેસ વે પર મંગળવારે મોડી રાત્રે 12.30 વાગ્યે એક ડીઝલ ટેન્કરે કાબૂ ગુમાવતાં કાર પર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગયો હતો. મૃત્યુ પામેલા લોકોમાંથી 4 લોકો એક જ પરિવારના જાણવા મળ્યું છે.અકસ્માતમાં કાળનો કોળિયો બનેલો પરિવાર હરિયાણાના જીંદ જિલ્લાનો રહેવાસી હતો. અકસ્માતની માહિતી મળતાં DM નવનીત ચહલ અને SSP ગૌરવ ગ્રોવર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ કર્મચારીઓએ એક્સપ્રેસ વેના કર્મચારીઓ સાથે મળીને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતમાં ટેન્કર પલટી ગયા બાદ લાંબા સમય સુધી ડીઝલ રસ્તા પર ફેલાતું રહ્યું હતુ પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત નૌઇજીળ વિસ્તારમાં માઇલ સ્ટોન 68ની નજીક થયો હતો. નોઈડા તરફથી એક ઝડપી સ્પીડ ટેન્કર (નંબર HR 69-3433) આવી રહ્યું હતુ, જેણે કાબૂ ગુમાવતાં આગ્રાથી નોઈડા તરફ જતા માર્ગ પર આવી ગયું હતું અને HR 33 D 0961 નંબરની કાર પર પલટી ગયું હતું.