Saturday, September 26, 2026
HomeGujaratગુજરાતમાં હજી 48 કલાક રહેશે માવઠાનો માર, જાણો ક્યારથી ફરીથી પડશે કાતિલ...

ગુજરાતમાં હજી 48 કલાક રહેશે માવઠાનો માર, જાણો ક્યારથી ફરીથી પડશે કાતિલ ઠંડી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ગુજરાતમાં એકતરફ કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે તો બીજી બાજુ માવઠાના મારનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યના 60થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ પડયો હતો. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના તાલુકાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે રાજ્યમાં હજુ 48 કલાક માવઠું પડી શકે છે. 48 કલાક બાદ પવનની દિશા બદલાશે અને 9 જાન્યુઆરીથી લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ગગડવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. આગામી બે દિવસ વાતાવરણ યથાવત રહેશે. આજે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 8 જાન્યુઆરીના રોજ ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ બાદ એટલે કે, 9 જાન્યુઆરીથી વાતાવરણ સુકું બની જશે. જેના કારણે ખેડૂતોને માવઠાની ચિંતા નહીં રહે પરંતુ ઠંડીનો પારો ગગડશે. કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકું બનશે અને ઠંડા પવનો ફુંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે જેના કારણે ફરી એક વખત ઠંડીનો ચમકારો વધશે.રાજ્યમાં ઠંડી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 9થી 13 જાન્યુઆરીના રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. લઘુતમ તાપમાનનો પારો ગગડશે. તેમજ 16થી 18માં ફરી વાતાવરણ પલટો આવી શકે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here