5G ઇન્ટરનેટની રાહ સમાપ્ત થઈ: દેશમાં ઓગસ્ટ સુધીમાં 5G સેવા શરૂ થઈ શકે છે

0
4
યુઝર્સ ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે
યુઝર્સ ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે

શું તમે પણ યુટ્યૂબ કે ફેસબુક પર વીડિયો જોતી વખતે બફરિંગ થવાથી પરેશાન છો? જો જવાબ હા છે, તો ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. વાસ્તવમાં ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ઓગસ્ટના અંત સુધીમાં ‘5G’ ઇન્ટરનેટ શરૂ કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે સ્પેક્ટ્રમનું વેચાણ શરૂ થઈ ગયું છે અને જૂન સુધીમાં પ્રક્રિયા પૂરી થવાની શક્યતા છે.આવી સ્થિતિમાં આજે જાણીએ G ફોર જનરેશન શું હોય છે? ‘5G’ના લોન્ચ સાથે ઇન્ટરનેટની સ્પીડ કેટલી હશે? એ પણ જાણીશું કે લોકોના જીવન પર એની અસર શી થશે?

7.5 લાખ કરોડથી વધુના સ્પેક્ટ્રમ માટે મેગા ઓક્શન
ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે 5G ઈન્ટરનેટની શરૂઆતને લઈને મહત્ત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે મેના પ્રથમ સપ્તાહમાં ઓક્શન અંગે ડિજિટલ કોમ્યુનિકેશન કમિટી (DCC)ની બેઠક યોજાવાની છે. DCC ટેલિકોમ સેક્ટરમાં નિર્ણય લેનારી સૌથી મોટી સંસ્થા છે.તેમણે કહ્યું હતું કે વિભાગ TRAIની ભલામણોની પણ રાહ જોઈ રહ્યું છે. વૈષ્ણવે એમ પણ કહ્યું છે કે TRAIએ 1 લાખ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમના 7.5 લાખ કરોડ રૂપિયામાં હરાજી કરવા સરકારને ભલામણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેની વેલિડિટી 30 વર્ષની રહેશે. સરકારી સ્તરે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હરાજી સમાપ્ત થતાં જ 5G લોન્ચ કરવામાં આવશે.

ઈન્ટરનેટ માટે વપરાતો ‘G’ એટલે જનરેશન થાય છે, જેમ કે પ્રથમ જનરેશનના ઇન્ટરનેટને 1G કહેવામાં આવે છે. વર્ષ 1979માં શરૂ થયેલા ઈન્ટરનેટને 1G જનરેશન કહેવાય છે, જેનો 1984 સુધીમાં વિશ્વભરમાં વિસ્તાર થયો હતો.

એ જ રીતે 2G ઈન્ટરનેટ 1991માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 2G ઇન્ટરનેટની સ્પીડ 1G કરતાં વધુ હતી. એક તરફ જ્યાં 1Gની સ્પીડ 2.4 Kbps હતી, જ્યારે 2G ઇન્ટરનેટની સ્પીડ હવે વધીને 64 Kbps થઈ ગઈ છે.

આ પછી 1998માં 3G ઇન્ટરનેટ, 2008માં 4G અને 2019માં 5G ઇન્ટરનેટ લોન્ચ થયું. ભલે 5G ઇન્ટરનેટ 2019માં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ એ 11 વર્ષ બાદ હવે ભારતમાં એની શરૂઆત થવા જઈ રહ્યું છે.