સુરત ગ્રીષ્મા હત્યા કેસ​​​​​​​: અમારી દીકરી ખોવાથી અમને ઘણું દુખ છે પરંતુ ન્યાયથી અમને સંતોષ છે; ગ્રીષ્માના પરિવારજનો

0
5
ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલે પોતાની હાથ પર ચપ્પુ મારી આપઘાત કરવાનું નાટક કર્યું હતું
ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલે પોતાની હાથ પર ચપ્પુ મારી આપઘાત કરવાનું નાટક કર્યું હતું

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. જેમા આજે કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. ફેનિલે હત્યા બાદ પોતાની હાથ પર ચપ્પુ મારી આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું. જેથી હોસ્પિટલમાં સારવાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં કઠોર બાદ સુરતની કોર્ટમાં કેસ ચાલી જતા ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ પણ ફેનિલ એક પણ શબ્દ બોલ્યો ન હતો. ત્યારે આજેપણ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવ્યા બાદ પણ ફેનિલના ચહેરા પર કોઈપણ ડર કે અફસોસ જોવા મળ્યો ન હતો. આ અહેવાલના માધ્યમથી જાણો ગ્રીષ્મા હત્યા કેસમાં ક્યારે શું થયું?સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડાયો હતો.15 ફેબ્રુઆરીના રોજ ફેનિલને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ કામરેજ પોલીસ દ્વારા ફેનિલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું છે. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી.ફેનિલની ધરપકડ બાદ ત્રણ દિવસના રિમાન્ડમાં ફેનિલને સાથે રાખીને પોલીસે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપી ફેનિલને સૌપ્રથમ તેના મિત્રના કાફે લઈ જવાયો. ત્યારબાદ ગ્રીષ્માના ઘર સામે ઘટનાસ્થળે લઈ જવાયો હતો, જ્યાં ફેનિલના ચહેરા પર હત્યાનો કોઈ જ પસ્તાવો ન હોય એ રીતે રીઢા હત્યારાની જેમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તથા કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો એ ફરીથી કરી બતાવ્યું હતું.