રેમડેસિવિરની કાળા બજારી કરતા લોકોની ખેર નથી! દલાલો પર ક્રાઇમ બ્રાન્ચની બાજ નજર

0
7
આરોપીઓએ હદ તો ત્યારે કરી નાખી કે નકલી ઇન્જેકશન બનાવવાની પણ શરૂઆત કરી નાખી અને લોકોના જીવ સાથે રમત રમવાની શરૂઆત કરી દીધી હતી
આરોપીઓએ હદ તો ત્યારે કરી નાખી કે નકલી ઇન્જેકશન બનાવવાની પણ શરૂઆત કરી નાખી અને લોકોના જીવ સાથે રમત રમવાની શરૂઆત કરી દીધી હતી

અમદાવાદ  : જો તમારા ધ્યાનમાં કોઈ દલાલ અથવા કાળા બજારીયો ઓવે તો શું કરશો? ક્રાઇમ બ્રાન્ચે આપી માહિતી, માનવતાના દુશ્મન પર છે ‘ખાખીનો ડોળો દેશમાં કોરોનાની બીજી લહેરથી અનેક લોકોનાં મોત થઈ રહ્યા છે તો અનેક લોકો કોરોના સંક્રમિત થતા બચી શક્યા નથી. કોરોનાએ જે રીતે માથું ઉચકયું છે તેના થી તમામ લોકો પરેશાન છે અને તેના થી કઈ રીતે બચી શકાય તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.જોકે આવા સમયે પણ રેમડિસિવિર ઈન્જેકશનની જરૂરિયાત ઉભી થતા અને લોકો આ ઇન્જેક્શનની પણ કાળા બજારી અને નકલી ઇન્જેકશન બનવવાની શરૂઆત કરી નાખી છે અને જેથી લોકોને 10 થી 50 ગણા સુધી વધુ ભાવ આપી ખરીદવા મજબૂર બનવું પડી રહ્યું છે.તેવા માં ક્રાઈમ બ્રાન્ચે રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહ જાડેજાનાં સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જેમાં અનેક લોકો ઝડપાઈ ગયા છે.આરોપીઓએ હદ તો ત્યારે કરી નાખી કે નકલી ઇન્જેકશન બનાવવાની પણ શરૂઆત કરી નાખી અને લોકોના જીવ સાથે રમત રમવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરી એ તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આવામાં હાલ પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ટીમ બનવવામાં આવી છે અને જે લોકો શહેરમાં આવા લોકોને પકડવા કાર્યવાહી કરી રહ્યા છે. નોંધનીય વાત તો એ છે કે હાલ ક્રાઈમ બ્રાન્ચને એકજ ટાર્ગેટ છે કે માત્ર આવા ઇન્જેકશનનો વેપાર કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલમાં મોકલવા માં આવે. ક્રાઈમ બ્રાન્ચના ACP ડી.પી ચુડાસમાનું કેહવું છે કે કોઈ પણ વ્યક્તિને શંકા જાય અથવા કોઈ આરોપી ઈન્જેકશનની કાળા બજારી કરે તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.