Saturday, September 26, 2026
Homenationalસંસદની સુરક્ષામાં ચૂક મામલે લોકસભામાં હોબાળો:TMCના સાંસદ ડેરેક ઓ'બ્રાયન સત્ર માટે રાજ્યસભામાંથી...

સંસદની સુરક્ષામાં ચૂક મામલે લોકસભામાં હોબાળો:TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયન સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવી દિલ્હી : ગુરુવાર (14 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો નવમો દિવસ છે. સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ બંને ગૃહમાં વિપક્ષના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે હોબાળો મચાવ્યો હતો. રાજ્યસભામાં TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયન વેલમાં આવી ગયા, જેનાથી સ્પીકર જગદીપ ધનખડ નારાજ થયા. ધનખડે ડેરેકને ગૃહમાંથી બહાર જવા માટે કહ્યું. આ પછી, ડેરેકને સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા લોકસભામાં વિપક્ષના સૂત્રોચ્ચારથી નારાજ સ્પીકર ઓમ બિરલાએ બધાને શાંતિ જાળવવા કહ્યું. તેમણે કહ્યું કે ગઈકાલે બનેલી ઘટનાથી દરેક ચિંતિત છે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેની ચર્ચા કરવામાં આવશે. તેમણે દરેકને ખાતરી આપી હતી કે લોકસભાના અધ્યક્ષ તરીકે દરેકની સુરક્ષા કરવાની જવાબદારી મારી છે. લોકસભામાં આજે ત્રણ નવા ક્રિમિનલ બિલ પર ચર્ચા થવાની છે. આ અંગે શુક્રવાર 15મી ડિસેમ્બરે મતદાન થશે. ગૃહ પ્રધાન અમિત શાહે 11 ડિસેમ્બરે ત્રણેય જૂના ફોજદારી બિલો પાછા ખેંચી લીધા હતા અને રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે જૂના બિલના 5 સેક્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મોટાભાગના સુધારા વ્યાકરણ અને ભાષા સાથે સંબંધિત છે. સ્પીકર ઓમ બિરલાએ ત્રણેય બિલ પર ચર્ચા કરવા માટે કુલ 12 કલાકનો સમય આપ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે ગઈકાલની ઘટનાની બધાએ નિંદા કરી છે. સ્પીકરે આ બાબતની નોંધ લીધી છે. અમારે ધ્યાન રાખવું પડશે કે આપણે સંસદમાં પ્રવેશવા માટે કોને પાસ આપીએ છીએ, તેનું ધ્યાન રાખવું પડશે. સાંસદોએ એવા લોકોને પાસ ન આપવા જે અરાજકતાનું વાતાવરણ સર્જી શકે. ભવિષ્યમાં તમામ સાવચેતી રાખવામાં આવશે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓ’બ્રાયનની ગૃહમાં વેલમાં આવવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જ્યારે તેઓ સંમત ન થયા તો અધ્યક્ષે તેમને બહાર જવા કહ્યું. અધ્યક્ષે કહ્યું કે તમારું વર્તન જોઈ મારું માથું શરમથી ઝૂકી જાય છે. આ પછી તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. આ તરફ, 13 ડિસેમ્બરે, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે રાષ્ટ્રપતિને મળશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં બેઠક બાદ વિરોધ પક્ષના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગશે. વિપક્ષી પાર્ટીઓ પણ આ મુદ્દે બંને ગૃહોમાં અમિત શાહના નિવેદનની માંગ કરશે. મંગળવારે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસેથી સંસદની સુરક્ષામાં ચૂક અંગે જવાબ માંગ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું- આ માત્ર લોકસભા અને રાજ્યસભાનો પ્રશ્ન નથી. સવાલ એ છે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં બે લોકો અંદર આવીને સુરક્ષાનો ભંગ કેવી રીતે કર્યો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંજે 4 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here