Thursday, October 15, 2026
HomeMumbaiયુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે વેલ્થ ટ્રેકિંગને સરળ બનાવવા માટે ‘વેલ્થ 360’ લોન્ચ કર્યું

યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે વેલ્થ ટ્રેકિંગને સરળ બનાવવા માટે ‘વેલ્થ 360’ લોન્ચ કર્યું

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

યુઝર્સ હવે એક જ યુનિફાઇડ ડેશબોર્ડ દ્વારા બેંક ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ, ઇટીએફ, એનપીએસ સહિતના વિવિધ રોકાણો એકસાથે જોઈ શકશે

26 મે, 2026, મુંબઈ: યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આજે ‘વેલ્થ 360’ નામનું નવું ડિજિટલ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. UTI MF એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ આ નવી સુવિધા દ્વારા યુઝર્સ વિવિધ નાણાંકીય સંસ્થાઓમાં રહેલી પોતાની વેલ્થને સુરક્ષિત રીતે એક જ યુનિફાઇડ ડેશબોર્ડ પર જોઈ અને ટ્રેક કરી શકશે.

હવે રોકાણકારો વિવિધ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ અને અલગ-અલગ પ્લેટફોર્મ્સમાં રોકાણ કરી રહ્યા છે. પરિણામે, પોતાની કુલ વેલ્થને એકસાથે ટ્રેક કરવાનું વધુ જટિલ બની ગયું છે અને તેમાં ખાસ્સો સમય પણ લાગે છે. ‘વેલ્થ 360’ ખાસ કરીને આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધા બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક બ્રોકિંગ એકાઉન્ટ્સ અને અન્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સમાં રહેલા ઇન્વેસ્ટમેન્ટ્સ અને ડિપોઝીટ્સને એક જ જગ્યાએ રજૂ કરે છે. આ ફીચર સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે અને વર્તમાન તેમજ નવા બંને પ્રકારના યુઝર્સ UTI MF એપ અને વેબસાઇટ મારફતે તેનો ઉપયોગ કરી શકે છે. આ માટે કોઈ અલગ વેલ્થ ટ્રેકિંગ એપ્લિકેશનની જરૂર પડતી નથી.

આ સુવિધા Finarkein સાથેના સહયોગમાં અને Sahamati દ્વારા સંચાલિત એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમના માધ્યમથી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ યુઝર્સને સેવિંગ્સ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ રોકાણો, સ્ટોક્સ, ઈટીએફ અને એનપીએસ હોલ્ડિંગ્સ સહિતના વિવિધ નાણાંકીય રોકાણો જોવા અને ટ્રેક કરવાની સુવિધા આપે છે. હાલમાં આ સિસ્ટમ એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમ હેઠળ બેંકો, ડિપોઝિટરીઝ, આરટીએ, એનપીએસ તથા ઇન્શ્યોરન્સ કંપનીઓને લિંક કરવાની સુવિધા આપે છે. વેલ્થનો કન્સોલિડેટેડ વ્યૂ રજૂ કરવા ઉપરાંત, આ પ્લેટફોર્મ ટ્રાન્ઝેક્શન લેવલની માહિતી પણ આપે છે, જેના આધારે યુઝર્સ પોતાના ખર્ચના પ્રકારને સમજી શકે છે, રોકાણો પર નજર રાખી શકે છે અને કુલ નેટવર્થનું નિરીક્ષણ કરી શકે છે. યુઝર્સને તેમની નાણાંકીય સ્થિતિનું વાસ્તવિક ચિત્ર મળી રહે તે માટે ડેશબોર્ડ દરરોજ અપડેટ કરવામાં આવે છે.

આ લોન્ચ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોની સુવિધા અને જોડાણ વધારવા માટે ડિજિટલ-ફર્સ્ટ ક્ષમતાઓ વિકસાવવાના સતત પ્રયાસો દર્શાવે છે. ‘વેલ્થ 360’ દ્વારા યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને તેમની સમગ્ર નાણાંકીય સફરને વધુ સારી રીતે સમજવા અને મેનેજ કરવા માટે સુરક્ષિત, સરળ અને વધુ સારો ડિજિટલ અનુભવ પ્રદાન કરીને પોતાની ડિજિટલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

આરબીઆઈ દ્વારા નિયંત્રિત થતા એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક પર આધારિત ‘વેલ્થ 360’ રેગ્યુલેટેડ નાણાંકીય સંસ્થાઓ વચ્ચે સુરક્ષિત અને સંમતિ આધારિત નાણાંકીય માહિતી શેર કરવાની સુવિધા આપે છે. યુઝર્સ તેમના ડેટા પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખે છે અને તેઓ કયા એકાઉન્ટ્સને લિંક કરવા માંગે છે તે પોતાની પસંદગી મુજબ નક્કી કરી શકે છે. નાણાંકીય માહિતી મેળવવા માટે આપવામાં આવેલી સંમતિ એક વર્ષ સુધી માન્ય રહે છે અને ગ્રાહક કોઈપણ સમયે તેને રદ કરી શકે છે. એન્ક્રિપ્ટેડ માહિતી માત્ર ગ્રાહકને જ દેખાય છે અને યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડને તેની એક્સેસ મળતી નથી.

આ પ્લેટફોર્મમાં જોડાવાની પ્રક્રિયાને સરળ અને ઝંઝટમુક્ત બનાવવામાં આવી છે. યુઝર્સ પોતાના હાલના લોગિન ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને અથવા પાન નંબર આધારિત રજિસ્ટ્રેશન દ્વારા એકાઉન્ટ બનાવી ‘વેલ્થ 360’નો ઉપયોગ શરૂ કરી શકે છે. લોગિન કર્યા પછી, યુઝર્સ એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમ દ્વારા સંચાલિત સંમતિ આધારિત પ્રક્રિયા મારફતે પાત્ર એકાઉન્ટ્સને સુરક્ષિત રીતે લિંક કરી શકે છે.

આ લોન્ચ અંગે વાત કરતાં યુટીઆઈ એએમસીના ગ્રુપ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર શ્રી વિનય લાખોટિયાએ જણાવ્યું હતું કે, “આજના રોકાણકારો માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ, એક બેંક એકાઉન્ટ અથવા એક નાણાંકીય કંપની સુધી મર્યાદિત રહેતા નથી. સંપત્તિ સર્જન વધુ વૈવિધ્યસભર બનતું જાય છે ત્યારે પોતાની સમગ્ર નાણાંકીય સ્થિતિનું સ્પષ્ટ અને સંપૂર્ણ ચિત્ર એક જ જગ્યાએ જોવા માટે સરળ અને વિશ્વસનીય વ્યવસ્થાની જરૂરિયાત પણ વધી રહી છે. ‘વેલ્થ 360’ આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જેથી યુઝર્સ વિશ્વસનીય પ્લેટફોર્મ મારફતે પોતાની તમામ હોલ્ડિંગ્સનો કન્સોલિડેટેડ વ્યૂ મેળવી શકે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આજના રોકાણકારો વિશ્વાસ અને પ્રાઇવસી સાથે કોઈ સમાધાન કર્યા વિના વધુ સુવિધાજનક ડિજિટલ અનુભવ ઇચ્છે છે. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં અમે માનીએ છીએ કે ડિજિટલ અનુભવ માત્ર ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ તે યુઝર્સને રોજિંદા જીવનમાં વાસ્તવિક ઉપયોગિતા પણ પ્રદાન કરતો હોવો જોઈએ. ‘વેલ્થ 360’ ફાઇનાન્શિયલ સર્વિસીસને વધુ અનુકૂળ, સરળતાથી સમજી શકાય તેવી અને સશક્ત બનાવવાના અમારા વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. આ ક્ષમતાને શરૂઆતમાં અપનાવનાર કંપનીઓમાંની એક તરીકે અમે ટેક્નોલોજી, સરળતા અને વિશ્વાસનું સંયોજન કરીને સમગ્ર યુઝર અનુભવને વધુ ઉત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

Finarkeinના સીઈઓ નિખિલ કુર્હેએ જણાવ્યું હતું કે, “Finarkein માં અમે માનીએ છીએ કે એસેટ મેનેજમેન્ટનું ભવિષ્ય અત્યંત પર્સનલ બનવાનું છે. ‘વેલ્થ 360’ને શક્તિ આપવા માટે યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ સાથેની અમારી ભાગીદારી ભારતના ઓપન ફાઇનાન્સ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. એકાઉન્ટ એગ્રીગેટર આધારિત ડેટા ફ્લો દ્વારા અમે રોકાણકારોને એવી સુવિધા આપી રહ્યા છીએ, જે તેમને અગાઉ ક્યારેય મળી નહોતી. તેઓ તેમની તમામ નાણાંકીય એસેટ્સનું એક જ સ્થળેથી, સરળ અને રિયલ-ટાઇમ દ્રશ્ય પૂરું પાડીએ છીએ, તે પણ કોઈ જટિલતા વિના અને તેમના એસેટ મેનેજર સાથે સીધી રીતે જોડાયેલું. ઓપન ફાઇનાન્સ હવે માત્ર નિયમનકારી પાલનની બાબત રહી નથી. તે હવે સ્પર્ધાત્મક લાભ મેળવવાનો મહત્વપૂર્ણ માર્ગ બની ગયો છે. જે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ આજે સંદર્ભ આધારિત અને સંમતિ આધારિત ડેટા અનુભવમાં રોકાણ કરશે, તે ભવિષ્યના રોકાણકારો સાથે લાંબા ગાળાના વિશ્વાસભર્યા સંબંધો નિર્માણ કરશે. ‘વેલ્થ 360’ આ વિચારધારાનું જીવંત ઉદાહરણ છે અને યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આ પરિવર્તનમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ પરિવર્તનને શક્તિ આપતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્તર બનવા બદલ અમને ગર્વ છે.”
 

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here