Sunday, August 9, 2026
HomeWorldવારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયના કોન્ટ્રાક્ટ સાથે...

વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયના કોન્ટ્રાક્ટ સાથે અમેરિકાની ઓર્ડર બૂક વિસ્તૃત બનાવી

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...
  • મેઈડ ઈન અમેરિકા મોડ્યુલ્સ કેન્ટુકીમાં યુટિલિટી સ્કેલના સોલાર પ્રોજેક્ટને સંચાલિત કરશે, જે અમેરિકાના રિન્યુએબલ એનર્જી માર્કેટમાં વારીની વધતી હાજરીને વધુ મજબૂત બનાવે છે

અમદાવાદ30 જૂન2026– અમેરિકા સ્થિત અગ્રણી ફોટોવોલ્ટેઈક (પીવી) ઉત્પાદક અને વારી એન્જીનિયર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વારી સોલાર અમેરિકાસ એ આજે, કેન્ટુકીના ફ્લેમિન્ગ્સબર્ગ ખાતે એક મોટા સોલાર પ્રોજેક્ટ માટે 236.22 મે.વો.ના યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયનો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હોવાની જાહેરાત કરી હતી.

આ કરારના ભાગરૂપે, વારી સોલર અમેરિકાસ 615 Wp અને 620 Wp બિન ક્લાસમાં તેના ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા N-Type G12R સોલર મોડ્યુલ્સ સપ્લાય કરશે. આ મોડ્યુલ્સનું ઉત્પાદન કંપનીના બ્રુકશાયર, ટેક્સાસ સ્થિત અદ્યતન ઉત્પાદન પ્લાન્ટમાં કરવામાં આવશે, જે સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવા અને ઉચ્ચ ગુણવત્તાવાળા, ‘મેડ-ઇન-અમેરિકા’ સોલાર ઉત્પાદનોની વધતી માંગને પૂરી કરવા માટેની વારીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ કરારને પગલે અમેરિકાના બજારમાં વારી સોલર અમેરિકાસની ઓર્ડર બુક વધુ મજબૂત બની છે, જે કંપનીની ઉત્પાદન ક્ષમતા, ટેકનિકલ કૌશલ્ય અને ઉત્કૃષ્ટ કાર્યક્ષમતામાં ગ્રાહકોના વધતા વિશ્વાસને દર્શાવે છે. વારી માટે અમેરિકાનું બજાર વૃદ્ધિનું એક અત્યંત મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં ગ્રીન એનર્જીનો ઝડપી સ્વીકાર, સ્થાનિક ધોરણે ઉત્પાદિત પાર્ટ્સની માગ અને મજબૂત સ્થાનિક સોલાર સપ્લાય ચેઇન નવી તકો ઊભી કરી રહી છે. હાલમાં વારી પાસે ₹53,000 કરોડની મજબૂત ઓર્ડર બુક છે, જે મુખ્ય બજારોમાં તેના સ્થાનિક સ્તરે ઉત્પાદિત સોલર સોલ્યુશન્સની ભારે માંગને દર્શાવે છે.

કેન્ટુકીનો આ પ્રોજેક્ટ રાજ્યના સ્વચ્છ ઊર્જાના લક્ષ્યો પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપશે. આ સાથે જ, તે દેશમાં જ ઉત્પાદિત વિશ્વસનીય સોલાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ કરશે, જે ઊર્જા સુરક્ષા અને લાંબા ગાળાની સાતત્યતાને વધુ મજબૂત બનાવશે.

આ અંગે ટિપ્પણી કરતા વારી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુનિલ રાઠીએ જણાવ્યું હતું કે, ” આ ઓર્ડર એ વાતની સાબિતી છે કે, યુટિલિટી સ્કેલ ડેવલપર્સ તેમના સ્થાનિક મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે વારી સોલર અમેરિકાસ પર સતત ભરોસો મૂકી રહ્યા છે. અમેરિકાની સોલર ઇન્ડસ્ટ્રીના ઝડપી વિકાસ વચ્ચે હાઇ-ટેક ટેક્નોલોજી, પ્રીમિયમ ક્વોલિટી અને સમયસર કામ પૂરું કરવાની અમારી ક્ષમતા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે અને અમારા ‘મેડ-ઇન-અમેરિકા’ મોડ્યુલ્સ આ બધી જ શરતો પૂરી કરે છે. વારી માટે અમેરિકા હંમેશા એક મહત્વનું બજાર રહ્યું છે. આ નવો કોન્ટ્રાક્ટ અમારી ઓર્ડર બુકને મજબૂત કરવાની સાથે, વર્લ્ડ-ક્લાસ લોકલ પ્રોડક્શન દ્વારા અમેરિકાના ગ્રીન એનર્જી મિશનને સફળ બનાવવાની અમારી કટિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.”

આ નવો ઓર્ડર અમેરિકામાં વારી સોલાર અમેરિકાસના મોટા પાયાના પ્રોજેક્ટ્સના સતત વધી રહેલા પોર્ટફોલિયોમાં વધારો કરે છે. આ ઉપરાંત, તે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સોલર માર્કેટ્સમાંના એક એવા અમેરિકાની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે એક મજબૂત સ્થાનિક ઉત્પાદન ઇકોસિસ્ટમ ઊભી કરવા તરફ કંપનીના સતત રોકાણને દર્શાવે છે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here