
~યુપીએલ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન, નડિયાદ દ્વારા સ્થાનિકોની સાથે મળીને કરેલા પ્રયત્નોને કારણે સારસ પક્ષીઓની વસતી જે 2015-16માં 500 હતી, ત્યાંથી વધીને 2026-27માં 1576 થઈ ગઈ છે. ~
ગુજરાત, 25th જૂન 2026: લાંબાગાળાના ટકાઉ કૃષિ ઉપાયો આપનારી ગ્લોબલ કંપની યુપીએલ લિમિટેડ દ્વારા 21 જૂને સારસ પક્ષીઓની વસતી ગણતરી કરવામાં આવી, જે 11મી વાર્ષિક ગણતરી હતી. 21 જૂન એટલે કે આખા વર્ષના સૌથી લાંબા દિવસે આ ગણતરી થઈ. જેમાં 2026-27માં કુલ 1,576 સારસ પક્ષીઓ નોંધાયા, જે 2015-16 કરતા 215 ટકા વધારે છે. ઉલ્લેખનીય છે કે 21 જૂન જેને સમર સૉલ્સ્ટિસ તરીકે પણ ઓળખાય છે, એ એવો ગાળો છે, જ્યારે મોટાભાગના વેટલેન્ડ્સ અને કીચડ સૂકાઈ જાય છે, જેને કારણે સારસ પક્ષીઓ આખું વર્ષ પાણી રહે તેવા જળાશયો પર જમા થાય છે. જેને કારણે તેમની વસતી ગણતરી વધારે સારી રીતે કરી શકાય છે.
ભારતીય સારસ પક્ષી, વિશ્વનું સૌથી ઉંચુ એવું પક્ષી છે, જે ઉડી શકે છે, જેને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચરના રેડ લિસ્ટમાં ‘વલ્નરેબલ’ તરીકે મૂકવામાં આવ્યું છે. પરંપરાગત રીતે આ પક્ષી વેટલેન્ડમાં માનવીય વસ્તીનાં વચ્ચે રહે છે. ખાવા માટે, પ્રજનન માટે સારસ ખેતરો પર આધારિત છે. ઘટતા વેટલેન્ડ વસવાટ કરવાની ઘટતી જગ્ય સારસ પક્ષીઓની સંખ્યા ઘટવાના મુખ્ય કારણ છે. યુપીએલ દ્વારા 2015થી સારસને બચાવવા માટે સારસ સંરક્ષણ કાર્યક્રમ શરૂ કરાયો છે. ત્યારથી કંપની ખેડૂતો, સ્થાનિકો સાથે મળીને સારસને બચાવવા પર કામ કરી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત સારસને લગતી ગેરસમજ દૂર કરવાના, શિક્ષણ તેમજ સ્વૈચ્છિક ભાગીદારી દ્વારા સારસ પ્રત્યે સકારાત્મક વ્યવહાર કરવા પર ભાર મૂકવામાં આવે છે.
યુપીએલ લિમિટેડના CSR – હેડ શ્રી સ્વદેશ સક્સેનાએ કહ્યું, “સારસ સંવર્ધન કાર્યક્રમ દર્શાવે છે કે યુપીએલ જૈવ વિવિધતા બચાવવા માટે કટિબદ્ધ છે. છેલ્લા એક દાયકામાં સમાજની મદદ અને વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે કામ કરવાના મોડલને કારણે સારસ માટે વસવાયની યોગ્ય જગ્યા બનાવવામાં તેમજ સ્થાનિક સ્તરે સારસની સારસંભાળ રાખવાની ભાવના જાગૃત કરવામાં મદદ મળી છે. હવે ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં જંગલી સારસની આખા દેશમાં બીજા નંબરની સૌથી વધુ વસતી છે, આ આપણા માટે ગર્વની વાત છે, અનેય આ સફળતા આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. ખેડા અને આણંદ જિલ્લામાં થયેલી આ પહેલને ગુજરાતમાં સારસની વસતી વધારવામાં મદદ કરી છે અને સારસની સંખ્યામાં છેલ્લા 11 વર્ષમાં 215 ટકાનો વધારો થયો છે.”
આ વસતી ગણતરી અંગે વાત કરતા યુપીએલના સારસ સંવર્ધન કાર્યક્રમના પ્રોગ્રામ મેનેજર ડૉ. જતિન્દર કૌરે કહ્યું,”ખેડા અને આણંદ જિલ્લામાં સારસ ક્રેનની વસતીમાં મોટો વધારો થયો છે. સંવર્ધન કાર્યક્રમમાં બધાએ મળીને કરેલી કોશિશને કારણે આ વસતી હજી વધી રહી છે. વલ્નરેબલ ગણાતા આ પક્ષીઓ લાંબા સમય સુધી જીવીત રહે અને ભવિષ્યમાં તેમની વસતી વધે તેના માટે સતત નજર રાખવી જરૂરી છે, તેમના રહેઠાણને સુરક્ષિત રાખવા, મુશ્કેલીઓથી બચાવવા અને લોકોની સતત મદદ લેતા રહેવી જરૂરી છે.”
2026ની સાલમાં સારસની વસતી ગણતરી દરમિયાન ખેડા અને આણંદ જિલ્લામાં ક156 યુવા સારસ મળીને કુલ 1576 સારસ મળી આવ્યા. વેટલેન્ડ વિસ્તારમાં સારસના મોટા ટોળા ખાસ કરીને ગોબરાપુરા વેટલેન્ડ (213 સારસ), નારદા વેટલેન્ડ (207 સારસ), ત્રાજ વેટલેન્ડ (185 સારસ)માં જોવા મળ્યા. આ ગણતરી બંને જિલ્લાના 15 તાલુકાના 208 ગામમાં કરવામાં આવી. આ ઉપરાંત આ ગણતરી દરમિયાન ઉનાળામાં માળો બનાવીને પ્રજનન કરતી પાંચ જોડી અને તેમના પાંચ બચ્ચા પણ જોવા મળ્યા, જે દર્શાવે છે કે સારસની પ્રજનન સ્ટાઈલ પણ બદલાઈ રહી છે.
ખૂબ મોટા સ્તરે થયેલી સારસની ગણતરીમાં કુલ 188 લોકોએ કામ કર્યું. જેમાં નડિયાદના સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝનના 25 કર્મચારી, રુરલ સારસ પ્રોટેક્શન ગ્રુપના 26 સ્વયંસેવકો, UPL WAUના 28 વોલેન્ટિયર, વોલેન્ટરી નેચર કંઝર્વેન્સીના 23 સ્વયંસેવકો, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ઝૂઓલોજી વિભાગની VP સાયન્સ કોલેજ, વિદ્યાનગર, J & J કોલેજ ઓફ સાયન્સ – નડિયાદ, અમદાવાદ યુનિવર્સિટી, SPI- વિદ્યાનગરના બાયોસાયન્સ વિભાગ, M S યુનિ. વડોદરાના જૂઓલોજી વિભાગના કુલ 64 વિદ્યાર્થીઓ તેમજ માતર તાલુકાની સરકારી સ્કૂલના 7 શિક્ષકો, આણંદના નેચર હેલ્થ ફાઉન્ડેશનના 2 સ્વયંસેવકો અને બામણગામની રક્ષા શક્તિ સ્કૂલના 10 વિદ્યાર્થીઓ સામેલ હતા.
સારસ સંવર્ધન પ્રોગ્રામની અસરને કારણે આ કાર્યક્રમની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ છે. આ કાર્યક્રમને ACEF એશિયલન લીડર્સ ફોરમ એન્ડ એવોર્ડ્ઝ (2017), ઈન્ડિયા CSR લીડરશિપ સમિટ (2017), દૈનિક જાગરણ CSR એવોર્ડ્ઝ (2019) અને ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ સોશિયલ ઈમ્પેક્ટ (2023) મળ્યા છે.

