Saturday, September 26, 2026
HomeIndiaઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી નોંધાવાશે : 9 સપ્ટેમ્બરે...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી નોંધાવાશે : 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 21મી ઓગસ્ટ સુધી ઉમેદવારી ફૉર્મ સ્વીકારવામાં આવશે અને જો જરૂર પડી તો 9 સપ્ટેમ્બરે મતદાન થશે. મતદાનનો સમય સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. 9મી સપ્ટેમ્બરે જ પરિણામ પણ જાહેર કરાશે. 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશના બીજુ સર્વોચ્ચ બંધારણીય પદ ખાલી થયુ હતું.ચૂંટણી પંચ દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર, સાત ઓગસ્ટ, 2025ના રોજ ચૂંટણી પંચ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરશે. જેમાં 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવાની રહેશે. ત્યારબાદ 22 ઓગસ્ટે ઉમેદવારીમાં ફેરફાર થઈ શકશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 25 ઓગસ્ટ નિર્ધારિત કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. અને પરિણામ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત જાહેર કરવામાં આવશે.જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ જણાવી ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે, તેમનો આ નિર્ણય ચોંકાવનારો હતો. કારણ કે, તેઓ પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિપક્ષી પાર્ટીઓ સાથે વિવાદના કારણે ચર્ચામાં રહ્યા હતા. ચાલુ કાર્યકાળ દરમિયાન રાજીનામું આપનારા ધનખડ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ છે. આ પહેલાં ફક્ત વી. પી ગીરી અને આર. વેંકટરમણે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધુ હતું. ધનખડના રાજીનામા બાદ, ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભાજપ વતી, આ પદ માટે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને સિક્કિમના રાજ્યપાલ ઓમ માથુરના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.તેમજ, I.N.D.I.A. ગઠબંધન સંયુક્ત ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. સમાચાર એજન્સી PTIના સૂત્રોના જણાવ્યા અનુસાર, NDA પાસે બહુમતી હોવા છતાં, વિપક્ષ માને છે કે આ મુકાબલો સંપૂર્ણપણે એકતરફી નથી. તેણે ચૂંટણીમાંથી પાછીપાની ન કરવી જોઈએ.આયોગે આ પદ માટે ચૂંટણી મંડળ, રિટર્નિંગ ઓફિસર અને અન્ય જરૂરી બાબતોને ફાઈનલ કરવાનું શરૂ કરી દીધું છે.કમિશનની તૈયારીઓ વચ્ચે, ભાજપ આ પદ માટે અન્ય કોઈ સાથી પક્ષને ઉમેદવાર બનાવવાને બદલે પોતાના ઉમેદવારનું નામ નક્કી કરવાનું અને સાથી પક્ષોને તેના નામ પર મનાવવાનો પ્રયાસ કરશે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here