રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થશે વર્ષ-2021-22નું અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરી રહ્યા છે.
આજે રજુ થનારા બજેટમાં નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વાર બજેટ રજૂ કરશે. આ બજેટમાં દરેક ગુજરાતીઓને અસર કરતું અને રાજ્યના વિકાસના માપદંડ નક્કી કરતું આપણું બજેટ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે. મહત્વપૂર્ણ છે પહેલી માર્ચે વિધિવત રીતે બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આજે રજૂ થનારૂ બજેટ ગુજરાતનું પ્રથમ ડિજીટલ કમ પેપરલેસ બજેટ હશે. રાજ્ય સરકાર પાસે રૂપિયો ક્યાંથી આવશે. અને તેનો ક્યા ખર્ચ થશે તેના લેખાજોખા કરતું વર્ષ 2021-22 માટેનું બજેટ 2 લાખ કરોડને આંબે તેવી શક્યતા છે. રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થશે વર્ષ-2021-22નું અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરી રહ્યા છે. બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ પર મૂકાશે ભાર ગુજરાત બજેટ એપ્લિકેશન પર જોઈ શકાશે બજેટ સરકારે ગુજરાત બજેટ એપ્લિકેશન કરી હતી લોન્ચ એપમાં તમામ માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી શકશે. બજેટ પહેલા નીતિન પટેલે કહ્યુ કે અમે સર્વાગી વિકાસવાળુ બજેટ રજુ કરીશુ. ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારીશુ. બજેટથી દરેક નાગરિકને સંતોષ થશે. આત્મનિર્ભર ગુજરાત માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે