Monday, September 14, 2026
HomeNew Delhiશૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર.'LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીચૂલો...

શૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર.’LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીચૂલો સળગાવવાના પૈસા નથી

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ

દેશમાં અત્યારે LPG સિલિન્ડરની ભારે અછત સર્જાતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. રસોઈ ગેસ ન મળવાને કારણે વિરોધ પક્ષો સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ પીએમ મોદીના ‘કોવિડ જેવી વ્યૂહનીતિ’વાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. સોમવાર, 6 એપ્રિલ 2026ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ‘પીએમ મોદીએ ગેસ સંકટને કોવિડની જેમ હેન્ડલ કરવાનું કહ્યું હતું અને ખરેખર અત્યારે સ્થિતિ કોવિડ જેવી જ છે. મોટી જાહેરાતો, શૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર.’રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, ‘રોજનું 500થી 800 રૂપિયા કમાતા શ્રમિકો માટે હવે રસોઈ ગેસ ખરીદવો અશક્ય બન્યો છે, જેના કારણે મજૂરો ફરી એકવાર શહેરો છોડીને ગામડાઓ તરફ પલાયન કરી રહ્યા છે. ટેક્સટાઈલ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ જે શ્રમિકોના દમ પર ટકેલા છે, તેઓ અત્યારે આ સંકટને કારણે તૂટી રહ્યા છે.’ તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘કૂટનીતિના ટેબલ પર થયેલી ભૂલને કારણે આ સ્થિતિ સર્જાઈ છે જેનો ભોગ હંમેશા ગરીબ જ બને છે.’ રાહુલ ગાંધીના મતે અહંકાર જ્યારે નીતિ બની જાય ત્યારે અર્થતંત્ર પડી ભાંગે છે અને દેશ દાયકાઓ પાછળ ધકેલાઈ જાય છે.નોંધનીય છે કે ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે દેશના અનેક ભાગોમાં એલપીજીની ભારે અછત જોવા મળી રહી છે. સિલિન્ડર ન મળવાને કારણે અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં કોમર્શિયલ ગેસની અછતને કારણે હાઈવે પરના ઢાબા અને નાના ભોજનાલયો ચલાવતા લોકોની રોજીરોટી પર સંકટ આવ્યું છે. મોંઘવારી અને ઉદ્યોગો ઠપ થતા પરપ્રાંતીય મજૂરોનું પલાયન સરકાર માટે ચિંતાનો વિષય બન્યું છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here