Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ : તાવ-વાયરલના ૨૫૦૦થી વધુ કેસો નોંધાયા

અમદાવાદ : તાવ-વાયરલના ૨૫૦૦થી વધુ કેસો નોંધાયા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

કેસોમાં સતત વધારો થવાથી હોસ્પિટલોમાં જગ્યા ખૂટી, દર્દીઓને જમીન પર સારવાર લેવાની ફરજ પડી રહી છે

અમદાવાદ, તા.૨૧
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ બાદ હવે રોગચાળો વધ્યો છે. ૨૫૦૦થી પણ વધુ લોકો તાવ અને વાયરલના ભરડામાં સપડાયા છે. અનેક શહેરીજનો ડેગ્યુ-મેલેરિયાના સંકાજામાં કણસી રહ્યા છે. રાજ્યમાં વરસાદ બાદ રોગચાળો વધ્યો છે ખાસ કરીને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઝેરી મચ્છરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેના કારણે તાવ, મલેરિયા, ટાઇફોઇડ, ઝાડા ઉલ્ટી, કમળા સહિતના હજારો કેસ નોંધાઇ રહ્યા છે. મેટ્રો સીટી અમદાવાદ હાલ તો, રોગચાળાના ભરડામાં ફસાયું છે. આશરે ૨૫૦૦થી વધુ નાગરિકો તાવ-વાયરલના ભરડામાં સપડાયા છે તો અનેક શહેરીજનો ડેન્ગ્યુ-મેલેરિયાના સંકજામાં કણસી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગદકી અને ગટરના પાણીથી મચ્છરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેના કારણે અમદાવાદ સિવિલ હોÂસ્પટલ અને અમ્યુકો સંચાલિત હોÂસ્પટલોથી લઇ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી લાઇનો જાવા મળી રહી છે. આટલા મોટાપાયે રોગચાળો ફાટી નીકળતા હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે જગ્યા રહી નથી. ઘણા લોકો જમીન પર અથવા હોસ્પિટલની બહાર બેસીની પોતાના નંબરની રાહ જોતા જાવા મળ્યા છે. વરસાદી પાણી બાદ ગંદકી એટલી હદ સુધી વધી ગઇ છે કે, ઠેર ઠેર મચ્છી-મચ્છરો અને નાની જીવાતનો ત્રાસ જારદાર રીતે વ્યાપક બન્યો છે અને તેના કારણે રોગચાળો ગંભીર રીતે વકરી રહ્યો છે. સરકારી હોÂસ્પટલોની સાથે સ્થાનિક હોસ્પિટલોમાં પણ દર્દીઓના ઢગલા થઇ ગયા છે. ત્યારે આ પ્રકારની મુશ્કેલીઓમાં તંત્ર કેમ કોઇ પગલા નથી લેતી તેના પર સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ચાલુ વર્ષની વાત કરીએ તો, રોગચાળાના કારણે સાદા મલેરિયાના ૬૦૦થી વધારે, ઝેરી મલેરિયાના ૭૫, ડેન્ગ્યુના ૯૦થી વધારે અને ચીકનગુનીયાના ૫થી વધુ કેસો નોંધાયા છે. ઉપરાંત ઝાડા ઉલ્ટીનાં ૪૦૦થી વધારે, કમળાના ૨૧૦, ટાઈફોઇડના ૪૦૦થી પણ વધારે કેસો નોંધાયા છે. આ જ પ્રકારે વાયરલ ફિવરના કેસો પણ સેંકડોની સંખ્યામાં નોંધાઇ રહ્યા છે.આમ, માત્ર અમદાવાદ શહેરમાં જ સરકારી અને અમ્યુકો સંચાલિત હોÂસ્પટલોમાં મળી કુલ આશરે ૨૫૦૦થી વધુ કેસો મેલેરિયા, તાવ અને વાયરલ ફિવરના નોંધાવા પામતાં હવે અમ્યુકો સહિત સરકારી અને વહીવટી તંત્ર દોડતુ થઇ ગયુ છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here