Monday, September 14, 2026
Homenationalઅમરનાથ : પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુ રવાના કરાયા

અમરનાથ : પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુ રવાના કરાયા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જમ્મુ,તા. ૧૦
વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. આજે શ્રદ્ધાળુઓનો નવો કાફલો સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવ્યો હતો. ૫૨૭૩ શ્રદ્ધાળુઓનો નવો કાફલો જમ્મુથી રવાના કરવામાં આવ્યો હતો. પહેલી જુલાઇના દિવસે વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી હજુ સુધી દર્શન કરી ચુકેલા શ્રદ્ધાળુઓની સંખ્યા ૧.૨ લાખથી ઉપર પહોંચી ચુકી છે. અમરનાથ યાત્રાને ભગવાન શિવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે હજુ લાખો શ્રદ્ધાળુઓ ઉત્સુક બનેલા છે. છેલ્લા નવ દિવસના ગાળામા જ હજુ સુધી લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રા રક્ષા બંધનના દિવસે પૂર્ણ થનાર છે. સોમવારના દિવસે કાયદો અને વ્યવસ્થાના કારણોસર અમરનાથ યાત્રા મોકુફ રાખવામાં આવી હતી. આજે સવારમાં તમામ શ્રદ્ધાળુઓ બે કાફલામાં ભગવતી નગર નિવાસ ખાતેથી રવાના થયા હતા. હેલિકોપ્ટરની સેવા પણ તમામ શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ છે. બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. અમરનાથ યાત્રાની શરૂઆત થયા બાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે સેના સાવધાન છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here