Monday, September 14, 2026
HomeReligionઅમરનાથ યાત્રા : ૫૪૮૬ જેટલા રવાના કરી દેવાયા

અમરનાથ યાત્રા : ૫૪૮૬ જેટલા રવાના કરી દેવાયા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જમ્મુ,તા. ૧૧
વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. આજે ૫૪૮૬ શ્રદ્ધાળુઓનો નવો કાફલો પાટનગર જમ્મુથી રવાના થયો હતો. વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ હજુ સુધી ૧.૩૦ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. અમરનાથ યાત્રા સાનુકુળ વાતાવરણમાં ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે સેના સાવધાન છે. વાર્ષિક અમરનાથ યાત્રા સાનુકુળ માહોલમાં ચાલુ રહી છે. રક્ષાબંધનના દિવસ સુધી આને સફળરીતે પાર પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રાના મહત્વને આ બાબતથી જ સમજી શકાય છે કે, કેન્દ્રીયમંત્રી ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રા પહેલા જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને તમામ પ્રકારની સુરક્ષા પરિÂસ્થતિની સમીક્ષા કરી હતી.તમામ સંબંધિતો સાથે વાતચીત પણ કરી હતી. આખરે આને લીલીઝંડી મળી હતી. જા કે, કટ્ટરપંથીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે, અમરનાથ યાત્રાના લીધે સ્થાનિક લોકોને તકલીફ થઇ રહી છે. બીજી બાજુ હજુ લાખો લોકો નોંધણી કરાવી ચુક્યા છે. આ તમામ લોકો દર્શન કરવા માટે આશાસ્પદ દેખાઈ રહ્યા છે.શ્રદ્ધાળુઓનો નવો કાફલો સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રાને ભગવાન શિવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે હજુ લાખો શ્રદ્ધાળુઓ ઉત્સુક બનેલા છે. છેલ્લા ૧૦ દિવસના ગાળામા જ હજુ સુધી લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here