Monday, September 28, 2026
HomeWorldઅમેરિકાએ ઉ. કોરિયાને સિગારેટ વેચનાર કંપની પર રૂ.52,000 કરોડનો દંડ ફટકાર્યો

અમેરિકાએ ઉ. કોરિયાને સિગારેટ વેચનાર કંપની પર રૂ.52,000 કરોડનો દંડ ફટકાર્યો

Date:

Related stories

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

– 2007-17 વચ્ચે કુલ રૂ.35 હજાર કરોડના તમાકુનું વેચાણ કર્યું હતું 

– વિશ્વની સૌથી મોટી બ્રિટિશ તમાકુ કંપનીએ કોરિયન બેન્કર અને ચાઈનીઝ સહાયકની મદદથી ઉત્તર કોરિયા સાથે ડીલ કરી હતી

કેલિફોર્નિયા : અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે દુશ્મની ઘણા સમયથી ચાલતી આવી રહી છે. તેમના મિત્ર દેશોની તેમની મરજી વિરૂદ્ધની કામગીરી તેમને પસંદ આવતી નથી. હાલમાં લંડન સ્થિત દુનિયાની સૌથી મોટી તમાકુ કંપની પર અમેરિકાએ હજારો કરોડનો દંડ ફટકાર્યો છે. બ્રિટિશ-અમેરિકન તમાકુ કંપની પર આરોપ છે કે, તેમણે ઉત્તર કોરિયાને સિગારેટ-તમાકુ વેચ્યા હતાં. 

અમેરિકાએ બ્રિટનની બ્રિટિશ-અમેરિકન તમાકુ કંપની પર રૂપિયા ૫૨,૦૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. અમેરિકાએ આ કાર્યવાહી ત્યારે કરી છે, જ્યારે મિત્ર દેશની કંપનીએ ઉત્તર કોરિયાને સિગારેટ વેચવાની વાતનો સ્વીકાર કર્યો છે. કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ, સિગારેટ કંપની અને ઉત્તર કોરિયા વચ્ચે ૨૦૦૭ થી ૨૦૧૭ વચ્ચે ડીલ કરવામાં આવી હતી. 

એક રિપોર્ટ મુજબ, સિગારેટ કંપનીએ અમેરિકાના પ્રતિબંધોને અવગણીને ઉત્તર કોરિયાને રૂપિયા ૩૫,૦૦૦ કરોડના તમાકુ ઉત્પાદનોે વેચ્યા હતાં. આ વાતથી ઉશ્કેરાયેલા અમેરિકાએ તમાકુ કંપનીની સાથે આ ડીલમાં મદદ કરનાર કોરિયન બેન્કર સિમ હ્યોન-સોપ, ચાઈનીઝ સહાયક કિન ગુઓમિંગ અને હાન લિનલિન સામે ફોજદારી કેસ દાખલ કર્યો છે. 

ગત વર્ષે મે મહિનામાં અમેરિકાએ યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ઉત્તર કોરિયામાં તમાકુની આયાત કરવા પર પ્રતિબંધની માંગણી કરી હતી. પરંતુ, ઉત્તર કોરિયાના મિત્ર દેશો ચીન અને રશિયાએ આ મામલે પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને તેનો બચાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાનીસરકાર તમાકુના વેચાણથી અઢળક કમાણી કરે છે.

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here