ઓનલાઈન ક્લાસીસ મે કુછ સમજ નહી આતા સોરી મેરી પરેશાની કે લીયે બાય બાય કહી કિશોર ઘરેથી ભાગી ગયો

0
51
જેમાં સરલે માતા-પિતાને સંબોધીને લખ્યું હતું કે મમ્મી પાપા મેને આપકો બહુત હેરાન કિયા હે ઔર અબ મેં દૂર જા રહા હુ યે ઓનલાઈન ક્લાસીસમે કુછ સમજ નહી આતા સોરી મેરી પરેશાની કે લિયે બાય બાય તેમ લખ્યુ હતું.
જેમાં સરલે માતા-પિતાને સંબોધીને લખ્યું હતું કે મમ્મી પાપા મેને આપકો બહુત હેરાન કિયા હે ઔર અબ મેં દૂર જા રહા હુ યે ઓનલાઈન ક્લાસીસમે કુછ સમજ નહી આતા સોરી મેરી પરેશાની કે લિયે બાય બાય તેમ લખ્યુ હતું.

સુરત :ઓનલાઈન કલાસીસને લઈ અડાજણનો કિશોર ઘરેથી ચાલ્યો જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. જો કે કિશોરે લખેલી ચિઠ્ઠી ઘરમાંથી મળી આવી હતી. જેમાં મમ્મી પાપા મેને આપકો બહુત હેરાન કિયા હે ઔર અબ મે દુર જા રહા હુ યે ઓનલાઈન ક્લાસીસમે કુછ સમજ નહી આતા તેવી ચિઢ્ઢી લખી અડાજણનો કિશોર ઘરેથી નિકળી જતાં પરિવારે રાંદેર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપી હતી. બનાવ અંગે રાંદેર પોલીસે અપહરણનો ગુનો નોંધી વધ કોરોના કાળને લઈ શાળા કોલેજો બંધ છેન. જેને લઈને બાળકોના અભ્યાસ માટે ઓનલાઈન શિક્ષણ શરુ કરાયું છે. પરંતુ આ ઓનલાઈન શિક્ષણને લઈ આપઘાત અને બાળકોના ઘરેથી ચાલ્યા જવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ઓનલાઈન ક્લાસીસ મે કુછ સમજ નહી આતા સોરી મેરી પરેશાની કે લીયે બાય બાય કહી કિશોર ઘરેથી ભાગી ગયો હતો.અડાજણ વિજયડેરીની પાસે આવેલા ગંગાજમના ઍપાર્ટમેન્ટમાં યોગેશ ઈન્દ્રવદન શાહ પરિવાર સાથે રહે છે. યોગેશ શાહને ૧૪ વર્ષીય પુત્ર સરલ છે. ગઈ કાલે બપોરે સરલ ઘરે ન હતો. પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન ઘરમાંથી સરલે લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી.જેથી પરિવારમાં ચિંતામાં મુકાયો હતો અને તેની શોધખોળ શરુ રાખી હતી. દરમિયાન ઍપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી ફુટેજ ચેક કરતા તે સાયકલ હંકારી લઈ જતો દેખાઈ છે.