Friday, October 16, 2026
HomeGujaratકચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ સાંભળતા જ નથી,...

કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ સાંભળતા જ નથી, ભાજપના ધારાસભ્યે રાજ્યપાલને ફરિયાદ કરી

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી પણ ઉકેલ આવતો નથી. આ કારણોસર ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે, લોકો વચ્ચે જવુ મુશ્કેલ બન્યુ છે. કચ્છમાં તો થર્મલ પ્લાન્ટમાંથી 350 કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવાતાં અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કરી હતી કેમકે, મુખ્યમંત્રી તો ઠીક, મંત્રીઓ પણ ધારાસભ્યની રજૂઆતને ગંભીરતાથી લેતા નથી. કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલાં જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે 350 કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા છે. મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતાં હતાં તેમ છતાંય તેમને જાણ કર્યા વિના છૂટા કરી દેવાયા છે. સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એક માત્ર રોજગારી છે. નોકરી છિનવાઇ જતાં 350 કર્મચારીઓ છેલ્લાં 20 દિવસથી ધરણાં કરીને વિરોધ કરી રહ્યા છે. આમ છતાંય હજુ સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી. કોઇ અધિકારીએ ધરણાં સ્થળની મુલાકાત સુધ્ધાં લીધી નથી.

ભાજપના ધારાસભ્યે રાજ્યપાલને ફરિયાદ કરી :
અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીથી માંડીને મંત્રીને આ મામલે રજૂઆત કરી હતી તેમ છતાંય પ્રશ્ન હલ થઇ શક્યો નહીં. આ કારણોસર નાછૂટકે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા પહોંચ્યા હતાં. ધારાસભ્યએ એવું કહ્યું કે,’આપ તો, મુખ્યમંત્રી સે ઉપર હો. આપ કહોગે તો હમારા કામ હો જાયેગાં.’ આ સાંભળીને એક તબક્કે રાજ્યપાલને પણ નવાઇ થઇ હતી. આ પરથી એક પ્રસ્થાપિત થાય છે કે, ભાજપના ધારાસભ્યનું કોઇ સાંભળનાર નથી. આ જોતાં ધારાસભ્ય પણ હવે રાજ્યપાલને ફરિયાદ કરવા માંડ્યા છે.એક તરફ, વાયબ્રન્ટ ગુજરાતના તાયફાં કરીને ગુજરાતીઓને રોજગારી મળશે તેવા બણગાં ફુંકવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે. ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપવા તૈયાર નથી. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ છે તેમ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું કહેવુ છે કે, ‘સરહદી વિસ્તારમાં ખેતી પર્યાપત નથી. સરહદી ગામડાઓમાં સ્થાનિકો નોકરી પર જ નિર્ભર છે. હવે નોકરીમાંથી હાંકી કાઢ્‌યા છે ત્યારે તેઓની રોજગારી છિનવાઇ છે. નાછૂટકે સ્થાનિકોને સ્થળાંતર કરવુ તેવી સ્થિતી સર્જાઇ છે. આ સંજોગોમાં સરકારે આ મામલે તાકીદે નિર્ણય લઇને સ્થાનિકોને નોકરીમાં પરત લેવા જોઇએ.’

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here