Monday, October 5, 2026
HomeGujaratકચ્છ :ટ્રેનમાં કપલનો સામાન ચોરાયો, રેલવે ચૂકવશે 5 લાખ રૂપિયા વળતર

કચ્છ :ટ્રેનમાં કપલનો સામાન ચોરાયો, રેલવે ચૂકવશે 5 લાખ રૂપિયા વળતર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કચ્છના ગાંધીધામના કપલને રેલવે 5 લાખ રૂપિયા વળતર ચૂકવશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન કપલનો સામાન ચોરાઈ જતાં કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી. જે બાદ કન્ઝ્યુમર કોર્ટે 5 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો નોર્ધન રેલવેને આદેશ કર્યો છે. સાથે દંપતીને ન્યાયિક પ્રક્રિયા પાછળ થયેલ ખર્ચ અને માનસિક સંતાપ માટે વધારાના 8 હજાર ચૂકવવા પણ હુકમ કર્યો છે. કોર્ટે ટાંક્યુ કે પેસેન્જરની મુસાફરી સુરક્ષિત હોય તે જોવાની જવાબદારી રેલવેની છે પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યું.કેસ શેલૈષભાઈ અને મીનાબેન ભગતનો છે જેઓ શિપિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ગત વર્ષે મે મહિનામાં કપલે હિમાચલ પ્રદેશના કાંગડા સ્થિત ગોવિંદ જીવન આશ્રમ જવા માટે જમ્મૂ તાવી એક્સપ્રેસના 2 ટાયર એસી કોચમાં મુસાફરી કરી હતી. તે દરમિયાન મથુરા અને દિલ્હી વચ્ચે તેમની હેંડબેગ ચોરાઈ ગઈ. કપલે રેલવેના સ્ટાફના જાણ કરી છતાં તેમણે ઘટના પ્રત્યે ધ્યાન ન આપ્યું.દંપતિએ દિલ્હી અને પઠાણકોટમાં સામાન ચોરી થયાની ફરિયાદ નોંધાવી અને સતત આ વિશે પૂછપરછ કરતા રહ્યા. જ્યારે તેમને લાગ્યું કે તપાસ આગળ નથી વધી રહી ત્યારે તેમણે નોર્ધન રેલવેને લીગલ નોટિસ ફટકારી. તેમ છતાં પણ તેમને કોઈ જવાબ ન મળતાં જામનગરમાં જનરલ મેનેજર સામે કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમમાં ફરિયાદ નોંધાવી. દંપતીએ જામનગરથી ટિકિટ બુક કરાવી હોવાથી ત્યાં ફરિયાદ કરી.દંપતિએ રેલવે પાસેથી 5 લાખ વળતરની માગ કરી કારણકે તેમની પાસે બેગમાં જ્વેલરી અને ઈલેક્ટ્રિક વસ્તુઓ ઉપરાંત 2 લાખ રૂપિયા રોકડ પણ હતી. જો કે રેલવેએ વિવિધ દલીલો રજૂ કરીને તેમની માગનો વિરોધ કર્યો. રેલવેએ દલીલ કરી કે, “ફરિયાદ રેલવે ટ્રિબ્યૂનલમાં કરવી જોઈતી હતી. સામાન પેસેન્જર દ્વારા બુક નહોતો કરાવાયો અને તેની કોઈ રસીદ પણ નહોતી એટલે રેલવે વિભાગ રૂપિયા ચૂકવવા માટે બંધાયેલો નથી. પેસેન્જરને સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી રેલવેની છે.” જો કે FIR થઈ હોવાથી પોલીસ પણ આ કેસમાં સામેલ હતી.જો કે કન્ઝ્યૂમર કોર્ટે ભગતની દલીલો માન્ય રાખી. ભગતે દલીલ કરી હતી કે, “રિઝર્વ કરાયેલા કોચ માટે વધારે રૂપિયા લેવામાં આવે છે. જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા કોચમાં ન પ્રવેશે. TT પોતાના કામગીરી બરાબર રીતે ન કરી શક્યા જેના કારણે મુસાફરોને તકલીફ થઈ સાથે જ માનસિક પીડા પણ વેઠવી પડી.” કોર્ટે જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક સામાનના બિલ ચકાસ્યા સાથે જ ભગતના બિઝનેસ ફર્મનું બેંક અકાઉંટ પણ તપાસ્યું. કોર્ટે અવલોકન કર્યું કે દંપતિ પોતાની સાથે 2 લાખ રુપિયા લઈને જતું હતું તેમાં કોઈ શંકા નથી

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here