Thursday, September 24, 2026
HomeGujaratAhmedabadગાંધીનગના રાયપુરના ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવાનો કારસો

ગાંધીનગના રાયપુરના ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવાનો કારસો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ગાંધીનગર : ગાંધીનગર તાલુકાના રાયપુર ગામના ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવા માટે બોગસ પાવર ઓફ એટર્ની અને બાનાખત ઊભો કરવામાં આવ્યો હતો. આ મામલે કલેક્ટર કચેરીની સીટમાં ફરિયાદ થયા બાદ ડભોડા પોલીસ દ્વારા આ ભૂમાફિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે રાયપુરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પચાવવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર, રાયપુર ગામે રહેતા કાંતિજી શંકાજી સોલંકીની વડીલોપાર્જિત 25 વીઘા જમીન આવેલી છે. વર્ષ 2015માં તેમના પિતા શંકાજી સોલંકીને લકવો હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, ત્યારથી તેઓ પથારીવશ હતા. તેમની હયાતીમાં જુલાઈના વર્ષ 2020માં કાંતિજીએ પોતાના નામે વારસાઈ દાખલ કરાવી હતી. બાદમાં 80 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારે દોઢેક વર્ષ અગાઉ જુન 2023માં કાંતિજીનાં બનેવીએ જમીનના પાવર ઓફ એટર્ની કરાર, બાનાખત થયેલા હોવાના કાગળો વોટ્સઅપથી મોકલી આપ્યા હતા.જેનાં વધુ કાગળોની નકલો કઢાવતા જાણવા મળ્યું હતું કે, જનરલ પાવર ઓફ એટર્ની કરાર તથા બાનાખત તેમના પિતાએ 2020માં અલ્કેશ ભેમાદેસાઈએ કરી આપ્યા હતા. જેની અવેજીમાં 9 લાખ રોકડા ટુકડે ટુકડે તેમજ અન્ય ચેક મળીને કુલ 11 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાની પણ વિગતો હતી. જેથી કાંતિજીએ તેમના પિતાનું બેંક એકાઉન્ટ તપાસતા કોઈ રૂપિયા જમા નહીં થયા હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં વિગતવાર પાવર ઓફ એટર્ની કરાર જોતા તેમાં તેમના પિતાનો શૂટ પહેરેલો ફોટો હતો અને સહીની જગ્યાએ અંગૂઠાનાં નિશાન પણ હતા. વાસ્તવમાં શંકાજી કોઈ દિવસ શૂટ પહેરતા નહોતા અને તેઓ સહી કરવી જાણતા હોવા છતાં તેમના અંગૂઠાનાં નિશાન કરેલા હતા. જેથી આ મામલે કાંતિજીએ કલેક્ટર સીટ સમક્ષ કરીયાદ કરી હતી જેની તપાસના અંતે અલ્કેશ દેસાઈ સામે ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here