Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેનને PM મોદીએ આપી લીલીઝંડી, મેટ્રોને અત્યાર સુધી રૂ. 64...

ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેનને PM મોદીએ આપી લીલીઝંડી, મેટ્રોને અત્યાર સુધી રૂ. 64 કરોડની આવક

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. ત્યારે આજે (સોમવારે) સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યા બાદ હવે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવા માટે સેક્ટર 1 ખાતે પહોંચ્યા બાદ ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરી લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધી સવારે 8 થી સાંજે 6:35 જ્યારે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી આ ટ્રેન દોડશે.

મેટ્રો ટ્રેનની આ સુવિધા દ્વારા મોટેરા સ્ટેડિયમ સેક્ટર-1નું અંતર 35 મિનિટમાં કાપી શકાશે. મોટેરા સ્ટેડિયમથી રવાના થઇને આ ટ્રેન 17 મિનિટમાં જીએનએલયુ પહોંચશે. બંને રૂટ વચ્ચે કુલ 17 ફેરા થશે.આ ઉપરાંત જીએનએલયુ મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન વચ્ચે સવારે 8:25 થી સાંજે 6:35 જ્યારે ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી જીએનએલયુ મેટ્રો સ્ટેશન સવારે 7:18 થી સાંજે 6:48 વચ્ચે દોડાવાશે. જીએનએલયુથી પીડીઈયુ ચાર મિનિટમાં અને ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે. આ રૂટમાં કુલ 19 ફેરા થશે. આગામી સમયમાં મોટેરાથી સેક્ટર-1 જીએનએલયુથી ગિફ્ટ સિટીના ફેરામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.

મોટેરાથી સેક્ટર-1 જવા છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે :

સેક્ટર-1થી સવારે 7:20થી આ ટ્રેનનો પ્રારંભ, સવારે 7:36ના જીએનએલયુ, સવારે 7:55ના મોટેરા પહોંચશે. સેક્ટર-1થી છેલ્લી ટ્રેન સાંજે 6:40ના. મોટેરાથી સવારે 8 વાગે પહેલી ટ્રેન, સવારે 8:17ના જીએનએલયુ, સવારે 8:35ના સેક્ટર-1. મોટેરાથી છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે. મેટ્રો રેલમાં બીજી ઓક્ટોબર 2022થી ઓગસ્ટ 2024 સુધી કુલ 5:28 કરોડ મુસાફરો નોંધાયા અને તેનાથી કુલ રૂપિયા 64.76 કરોડની આવક થયેલી છે. આમ, પ્રતિ દિવસે મેટ્રોને સરેરાશ રૂપિયા 9.26 લાખ જેટલી આવક થાય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here