Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા

ગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી ચકચારી મચાવતી ઘટના સામે આવી છે. ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગામના જ બે શખશોએ હત્યાને અંજામ આપ્યો હતો.મોડી રાત્રે બે શખશો મોટર સાયકલ પર આવ્યાં અને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાં હતાં. આ બે વ્યક્તિ શંકર રાઠવા અને રેવજી રાઠવા હોવાનો આરોપ લગાવાયો છે. અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાનો મૃતક સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતે હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, બંને આરોપી હાલ ફરાર છે અને મૃતદેહને PM માટે ક્વાંટ હોસ્પિટલ મોકલાયો છે.સમગ્ર ઘટના બાબતે રામસિંહ રાઠવાએ કહ્યું કે, ‘હાલ ઝઘડા વિશે કોઈ માહિતી નથી. કુલદીપ યુવા મોરચાનો કાર્યકર્તા હતો. તેને કોઈની સાથે દુશ્મનાવટ હતી કે નહીં તેના વિશે ખબર નથી. શંકર રાઠવા આર્મીમાંથી ભાગીને આવ્યો છે અને તેને કોઈપણ ભોગે ચૂંટણી લડવી હતી. પોલીસે રાતથી જ તપાસ શરૂ કરી દીધી છે.’સમગ્ર હત્યાની તપાસ કરી રહેલાં એસપીએ જણાવ્યું કે, ‘મુખ્ય આરોપી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. અન્ય આરોપી ફરાર છે, જેની શોધખોળ થઈ રહી છે. શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. જેની પીપલદી ગામની નજીકના અન્ય એક ગામમાંથી અટકાયત કરવામાં આવી છે.’આ હત્યાના બનાવથી કોંગ્રેસે ભાજપને ગંભીર સવાલો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ આ વિષય પર વાત કરતાં કહ્યું , આ ઘટના ગંભીર અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને છાસવારે આવી ઘટનાઓ બની રહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here