Friday, October 16, 2026
HomeGujaratAhmedabadગુજરાત સરકારે નવા કાયદાની તૈયારી કરી : ભ્રષ્ટાચાર કરી મિલકતો ભેગી કરી...

ગુજરાત સરકારે નવા કાયદાની તૈયારી કરી : ભ્રષ્ટાચાર કરી મિલકતો ભેગી કરી તો મર્યા સમજો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Corruption In Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટાચાર કે ગુનાના માધ્યમથી એકત્ર કરેલી મિલકતો જપ્ત કરવા રાજ્ય સરકારે નવા કાયદાની તૈયારી કરી છે. આ અંગે વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક 2024 રજૂ કરશે. જેમાં ગુનાના ઝડપી ઈન્સાફ અને એકઠી કરેલી સંપત્તિના કેસ અંગે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે.આ વિધેયકના ઉદ્દેશમાં જણાવાયું છે કે, મોટી સંખ્યામાં વ્યક્તિઓ ગુના કરવામાં સામેલ થાય છે અને ગુના કરવાના પરિણામે તેમના કાયદેસરના સ્ત્રોત સિવાયની આવકમાંથી મોટા પ્રમાણમાં મિલકતો એકઠી કરે છે. તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ વધારવા માટે આવી મિલકત અને તેમાંથી થયેલી આવકનો ઉપયોગ કરવાનો ચાલુ રાખે છે. આ પ્રવૃત્તિમાં ફોજદારી કાર્યરીતિ અને મિલકતની જપ્તીમાં થતાં વિલંબના કારણે આવી વ્યક્તિઓને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની છૂટ મળે છે. આ કારણથી ફોજદારી કેસની તપાસ સાથે સંકળાયેલી હોવાનું જણાયેલી મિલકતોની ઝડપી જપ્તી માટે એક વિશેષ કોર્ટની રચના કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે રાજ્યની કાનૂની અથવા નૈતિક જવાબદારીને ધ્યાનમાં રાખી આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલી વ્યક્તિ સામે મિલકતોની જપ્તી માટેની કાર્યવાહી કરવા આ કોર્ટ કામ કરશે. આ વિધેયકમાં કોઈ વ્યક્તિએ ગુનો કરીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત કરેલી અથવા મેળવેલી કોઈ મિલકતની કુલ કિંમત એક કરોડ રૂપિયા કરતાં વધુ હોય તેવી મિલકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વ્યક્તિ, પરિવાર, કંપની, પેઢી, વ્યક્તિઓનું સંગઠન અને અન્ય એજન્સીને લાગુ પડશે.સૂચિત સ્પેશિયલ કોર્ટનું પ્રમુખસ્થાન હાઈકોર્ટની સહમતીથી રાજ્ય સરકાર નામનિયુક્ત કરે તેવા જજ સંભાળશે. આ કોર્ટ તેની સમક્ષ રજૂ કરાયેલા અથવા કલમ-10 હેઠળ તેને તબદીલ કરવામાં આવેલા કેસોની ન્યાયિક નોંધ લેશે અને ઈન્સાફી કાર્યવાહી કરશે. પોલીસ અધિક્ષકના દરજાથી ઉતરતા ન હોય તેવા સબંધિત અધિકારી મારફતે મળેલા તપાસ અધિકારીના રિપોર્ટના આધારે પગલાં લેવાશે. વિશેષ કોર્ટ તેના દ્વારા દોષિત ઠરેલી કોઈ વ્યક્તિને જે ગુના માટે તેવી વ્યક્તિ દોષિત ઠરી હોય તે ગુનાની શિક્ષા માટે કાયદા દ્વારા અધિકૃત સજા કરી શકશે. આ કોર્ટના ચૂકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે, પરંતુ વિશેષ કોર્ટના ચૂકાદા, સજા અથવા હુકમ સામે કોઈ કોર્ટમાં અપીલ સુજાઅથવા હુકમસામ કાકાટમ અથવા ફેરવિચારણા માટે અરજી થઇ શકશે નહીં. જો કે તપાસ અધિકારીએ મિકલત જપ્તીની નોટિસ ઈસ્યુ કરવી પડશે. જો જપ્ત કરેલી મિલકતની બજાર કિંમત અધિકૃત અધિકારી પાસે જમા કરાવેલી હોય તો મિલકત જપ્ત કરાશે નહીં.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here