Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadગૌરવ દહિયા કેસ : સરકારને વલણ સ્પષ્ટ કરવાનો આદેશ

ગૌરવ દહિયા કેસ : સરકારને વલણ સ્પષ્ટ કરવાનો આદેશ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ગુનાના સંદર્ભમાં કાર્યક્ષેત્ર દિલ્હી પોલીસ હેઠળ આવે છે ગુજરાત પોલીસ માત્ર કાગળ આધાર ઉપર હેરાન કરે છે
અમદાવાદ, તા.૧૯
કથિત પ્રેમ પ્રકરણના કારણે ચર્ચાના ચકડોળે ચડેલા સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. દહિયાએ અરજીમાં ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે કે, તેમના કથિત ગુના અંગેનું કાર્યક્ષેત્ર દિલ્હી પોલીસ હેઠળ આવે છે, આમ છતાં ગુજરાત પોલીસ માત્ર ફરિયાદના મળેલા કાગળના આધારે ખોટી રીતે હેરાન કરી રહી છે. દહિયાના આક્ષેપ અને અરજી મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને તા.૨૨મી ઓગસ્ટ સુધીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૨૨મી ઓગસ્ટે મુકરર કરી હતી. દિલ્હીની મહિલા સાથેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં તપાસ સમિતિનાં રિપોર્ટ બાદ આઈએએસ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ગાંધીનગર પોલીસે ગૌરવ દહિયાને હાજર રહેવા માટે ચાર વાર નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર રહ્યાં ન હતાં. સેકટર ૭ પોલીસે ગૌરવ દહિયાને હાજર થવા ચાર-ચાર નોટિસ આપ્યા બાદ ગૌરવ દહિયાએ પોલીસ દ્વારા એક જ કેસની બે અલગ અલગ જગ્યાએ ચાલી રહેલી તપાસ સામે વાંધો લીધો છે. લીનુસિંહના આક્ષેપોની ગાંધીનગર અને દિલ્હી પોલીસ સમાંતર તપાસ કરી રહી હોવાથી તા.૨૧ ઓગસ્ટે તેમને દિલ્હીના માલવિયા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું છે. બીજીબાજુ, ગુજરાત પોલીસ તેમને ખોટી રીતે હેરાન કરી રહી હોવાના આક્ષેપ સાથે હવે ગૌરવ દહિયાએ હાઇકોર્ટમાં અરજી કરી માર્ગદર્શન પણ માગ્યું છે, જેને લઇને હવે આ સમગ્ર મામલો કાયદાકીય પ્રક્રિયામાં પહોંચ્યો છે. હાઇકોર્ટે પણ દહિયાની અરજી ધ્યાને લઇ આ કેસમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા રાજય સરકારને નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તા.૨૨મી ઓગસ્ટ પર નિયત કરી હતી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here