Friday, June 5, 2026
Homenationalચર્ચાસ્પદ ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ થઇ જશે

ચર્ચાસ્પદ ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ થઇ જશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

કેટલાક સભ્યો વોકઆઉટ કરી જશે તો પણ બિલ આખરે પાસ થઇ જશે :બધાની નજર હવે રાજ્યસભા પર કેન્દ્રિત

નવી દિલ્હી,તા. ૨૯
લોકસભામાં ત્રિપલ તલાક બિલને પાસ કરવામાં આવ્યા બાદ હવે રાજ્યસભામાં આ બિલ પાસ થશે કે કેમ તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. રાજકીય વર્તુળોમાં આને લઇને વધારે ઉત્સુકતા છે. જા કે મોદી સરકારને આશા છે કે કેટલાક મિત્ર દળોના સમર્થન સાથે અને કેટલાક મિત્રોના વોકઆઉટના કારણે બિલ પાસ કરી દેવામાં આવશે. લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ સત્તા પક્ષ અને વિપક્ષને ત્રિપલ તલાક બિલના મુદ્દા પર પોતાની તાકાત દર્શાવવાની તક મળનાર છે. આ બિલમાંએક સાથે ત્રણ વખત ત્રિપલ તલાક આપનાર મુÂસ્લમ પુરૂષો માટે જેલની સજાની જાગવાઇ કરવામાં આવી છે. લોકસભામાં આને પાસ કરાવી દીધા બાદ સરકાર આશાવાદી બનેલી છે. રાજ્સભામાં આ બિલને પસાર કરવા માટે ભાજપને કેટલાક બિન એનડીએ પક્ષોને મનાવવા પડશે. ભાજપ સરકારને કેટલાકનો સાથ મળે તેવી આશા દેખાઇ રહી છે. કેટલાક સાંસદો ગેરહાજર રહી શકે છે. રાજ્યસભામાં શાસક પક્ષ પાસે બહુમતિ ન હોવાના કારણે વિપક્ષી પાર્ટીઓને બિલ આડે અડચણો ઉભી કરવાની તક મળતી રહી છે. પરંતુ છેલ્લા સપ્તાહમાં માહિતી અધિકાર સુધારા બિલ પર સરકારને બિજુ જનતા દળનુ સમર્થન મળી ગયુ હતુ. તેલંગણા રાષ્ટ્રીય સમિતી તરફથી પણ સરકારને ટેકો મળ્યો છે. હાલના વર્ષોમાં રાજ્યસભામાં પણ સરકારની Âસ્થતી હવે ધીમી ગતિથી મજબુત બની રહી છે. તેલુગુ દેશમ પાર્ટીના ચાર રાજ્યસભા સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં જાડાઇ ગયા બાદ પાર્ટીની Âસ્થતી મજબુત થવા લાગી ગઇ છે. સત્તાધારી એનડીએ ગઠબંધનને રાજ્યસભામાં ૧૧૩ સભ્યોનો ટેકો છે. રાજકીય પંડિતો માને છે કે જા તેને બીજેડીના સાત અને ટીઆરએસના છ સભ્યોનો ટેકો મળી જશે તો બિલને સરળ રીતે પાસ કરી દેવામાં આવનાર છે. લોકસભામાં ૨૫મી જુલાઇના દિવસે લાંબી ચર્ચા બાદ ત્રિપલ તલાક બિલને પાસ કરી દેવામાં આવ્યું હતું. લોકસભામાં ત્રીજી વખત ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યું હતુ. અગાઉ બે વખત રાજ્યસભામાં આ બિલ અટવાઈ પડ્યું હતું અને આગળ વધી શક્યું ન હતી. આ વખતે સરકાર આશાવાદી છે. બિલમાં સુધારા માટે લાવવામાં આવેલા વિપક્ષી સાંસદોના પ્રસ્તાવ પડી ગયા હતા. આ બિલ ધ્વનિમતથી પાસ થયું હતું. વર્તમાન સત્રને ૭મી ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યું છે. લોકસભામાં સુધારા અને બિલ પર વોટિંગ દરમિયાન કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કર્યો હતો. ઓગસ્ટ ૨૦૧૭માં ત્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો હતો. મોદી સરકારની પ્રથમ અવધિમાં બે વખત આ બિલને મંજુરી મળી હતી પરંતુ રાજ્યસભામાં બિલ અટવાયું હતું. ત્રિપલ તલાક બિલમાં અનેક જટિલ જાગવાઈ રહેલી છે. ૨૮મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં આ મામલો અટવાઈ પડ્યો હતો. ત્યારબાદ ૨૭મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે પણ લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તે વખતે પણ આ બિલ રાજ્યસભામાં અટવાઈ પડ્યું હતું. આ વખતે સરકાર બિલને પસાર કરવા માટે વધુ ગંભીરતા સાથે પ્રયાસ કરનાર છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર દેખાવ કરીને રેકોર્ડ જીત મેળવી હતી. સતત બીજી વખત મોદીના નેતૃત્વમાં ભાજપે બહુમતિ હાંસલ કરી હતી. ભાજપને એકલા હાથે ૩૦૩ સીટો મળી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here