Tuesday, August 25, 2026
HomeGujaratચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

ચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

Date:

Related stories

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

jarat ST Dangerous Accident: એસટી અમારી સલામત સવારીના સ્લોગન સાથે ફરતી આ બસ કેટલી સલામત છે તેનો એક ભયાનક નમૂનો આજે વડોદરામાં જોવા મળ્યો હતો. ચાંદોદ – આણંદ વાયા સાધલી, કાયાવરોહણ,પોર, કીર્તિસ્તંભ, વડોદરા જતી ST બસનું ટાયર ચાલું બસમાં જ નીકળી ગયું. અચાનક ટાયર નીકળી જતાં મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના થતી ટાળી શકાઈ હતી.

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પાસે એસટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલું બસમાં જ બસનું ટાયર નીકળી ગયું હતું. આ ઘટનાથી બસમાં બેઠેલાં અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયાં હતાં. જોકે, બસ ધીમી હોવાથી ડ્રાઈવરે પોતાની સૂઝબૂઝથી બસને કાબૂમાં લઈ કોઈ મોટી દુર્ઘટના થતાં અટકાવી હતી. બસનું ટાયર અચાનક કેમ બહાર નીકળી ગયું તેની હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

મુસાફરોની સલામતીનું જવાબદાર કોણ?

ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે, એસટીની સલામત સવારીના દાવા કેટલાં સાચાં? જો બસની સ્પીડ થોડી પણ વધારે હોત અને કોઈ મોટો અકસ્માત થાત તો તેની જવાબદારી કોણ લેત? આટલાં બધાં મુસાફરોની સલામતીની જવાબદારી કોની?

બસના સમારકામને લઈને મોટો પ્રશ્ન

આ ઘટનાથી બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, વર્ષો જૂની બસ રસ્તા પર દોડાવાય છે, તો તેની યોગ્ય જાળવણી કેમ કરવામાં નથી આવી રહી? અને જો બસનું સમારકામ શક્ય નથી તો શું તંત્રને લોકોનો જીવ જોખમમાં મૂકવાનો અધિકાર કોણે આપ્યો.. આવી ઘટનાઓ અવાર-નવાર થતી હોવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. જો કોઈ મોટી ઘટના બને તો સહાયની રકમ સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ ખખડધજ થયેલી બસોના સમારકામ માટે ખર્ચો કરવામાં કેમ નથી આવતો. શું લોકોની જિંદગીનું કોઈ મૂલ્ય નથી?

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here