જેએનયુમાં નવા નિયમ, ધરણાં કરશો તો રૂ. 20,000 દંડ, હિંસા કરશો તો એડમિશન રદ

0
2

નવા નિયમ 3 ફેબ્રુઆરીથી લાગુ થયા

બીબીસી ડૉક્યુમેન્ટ્રી વિવાદ બાદ થયેલા દેખાવોને પગલે આ નિર્ણય લેવાયો

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયુ)ના નવા નિયમો અનુસાર પરિરસમાં ધરણા કરશો તો વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ અને હિંસા કરશો તો તેમનું એડમિશન જ રદ કરી દેવામાં આવી શકે છે કાં પછી 30,000 રૂ. સુધીનો દંડ વસૂલાઈ શકે છે. 

જુદી-જુદી સજાઓ નક્કી કરાઈ છે 

જેએનયુના વહીવટીતંત્ર દ્વારા 10 પાનાનું જેએનયુના વિદ્યાર્થીઓ માટે અનુશાસનના નિયમ અને યોગ્ય આચરણ જાહેર કરાયું જેમાં દેખાવો અને છેતરપિંડી જેવા જુદા જુદા કાર્યો માટે સજા નક્કી કરાઈ હતી અને શિસ્તભંગ કરવા પર સંબંધિત તપાસ પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કરાયો છે. 

નવા નિયમોને કાર્યકારી પરિષદે મંજૂરી આપી 

નોટિફિકેશન અનુસાર આ નિયમ 3 ફેબ્રુઆરીએ લાગુ થઈ ગયા. આ નિયમ બીબીસી ડૉક્યુમેન્ટ્રી બતાવવા અંગે થયેલા દેખાવો પછી લાગુ કરાયા હતા. નિયમ સંબંધિત દસ્તાવેજમાં કહેવાયું છે કે તેને કાર્યકારી પરિષદે પણ મંજૂરી આપી દીધી છે. આ પરિષદ યુનિવર્સિટી અંગે નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિ છે.