Monday, September 14, 2026
HomeGujaratAhmedabadતહેવાર ટાણે સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

તહેવાર ટાણે સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

દેશભરમાં આજે લોકો ગણેશોત્સવ ઉજવી રહ્યાં છે. જોકે, બાપ્પાના આગમનની સાથે ગુજરાતમાં મોંઘવારીનો પણ પ્રવેશ થઈ ચુક્યો છે. તહેવારમાં ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ઘરોમાં આ વાનગીનું પ્રમાણ ઓછું થઈ શકે છે. રાજકોટમાં આજે બજાર ખુલતાની સાથે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બજારમાં આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો મુકાયો છે. છેલ્લાં બે દિવસમાં જ કપાસિયા તેલનો ભાવ 70 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી બાજુ સીંગતેલના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં પડેલાં ભારે વરસાદના કારણે મિલોને કાચો માલ ન મળતાં પિલાણ ઘટ્યું છે. જેના કારણે તેલના ભાવમાં વધારો નોંધાયો છે.આજના બજાર ભાવ પ્રમાણે 70 રૂપિયાના વધારા સાથે સીંગતેલના તેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા થયો છે. આ સાથે જ 60 રૂપિયાના વધારા સાથે કપાસિયા તેલનો ભાવ 1740 થયો છે.

એક તરફ તહેવારોની સિઝન છે. વળી, બીજી બાજુ નાની-મોટી ખાદ્ય સામગ્રી સાથે તેલનાં ભાવમાં આટલાં મોટાં વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. છેલ્લાં છ મહિનામાં તેલના ભાવમાં થયલો વધારો નીચે મુજબ છે.સારા વરસાદની સંભાવનાએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ, સતત વરસી રહેલાં વરસાદે પાક પર પણ પાણી ફેરવી નાંખ્યું. મગફળીના પાકમાં મુંડા આવવાના કારણે તેમાં પીળાશ પડવા લાગી અને ઘણો ખરો પાક નષ્ટ થઈ ગયો. મગફળીના પાકમાં થયેલા નુકસાનના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બજારમાં માંગ સામે પુરવઠો ન મળતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here