Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadદિવાળીમાં AMCએ કાઢ્યું બુદ્ધિનું દેવાળુ, ટ્રાફિકથી ધમધમતા આ ત્રણ બ્રિજનું તહેવારોમાં શરૂ...

દિવાળીમાં AMCએ કાઢ્યું બુદ્ધિનું દેવાળુ, ટ્રાફિકથી ધમધમતા આ ત્રણ બ્રિજનું તહેવારોમાં શરૂ કર્યું સમારકામ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

AMC Started Bridge Repairs On Diwali : અમદાવાદ શહેરમાં વર્ષ દરમિયાન રોડ-રસ્તા, ગટર સહિતના નાના-મોટા કામો સતત ચાલુ જ જોવા મળે છે. આડે દિવસે થતા કામકાજથી લોકોને સતત હાલાકી પડતી હોય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના એક નિર્ણયથી લોકોને ભારે હાલાકી પડવાનું નક્કી છે. કેમ કે AMC દ્વારા દિવાળીના તહેવાર ટાણે શહેરના અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજ અને રાણીપ ડી માર્ટ નજીકના પ્રબોધ રાવલ બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે. જેના કારણે આગામી 15 થી 30 દિવસ સુધી સ્થાનિક લોકોને ભારે હાલાકીની સ્થિતિ ઉભી થઈ છે.

AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે શું કહ્યું?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગેનું કહેવું છે કે, અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં જાળીનાં સ્ટ્રક્ચરલ બીમ અને લોખંડની જાળી ખરાબ થઈ ગઈ છે. આ સાથે રાણીપ ડી માર્ટથી RTO સર્કલ તરફના પ્રબોધ રાવલ બ્રિજના એક્સપાન્સન જોઈન્ટ અને વેરીંગ કોટની સરફેસ ખરાબ થઈ જતા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. 15 દિવસ સુધી નિર્ણયનગર અંડરબ્રિજમાં જાળી બદલવાની કામગીરી ચાલી અને હવે અખબારનગર અંડરબ્રિજ અને પ્રબોધ રાવલ બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.

એક તરફના રસ્તા રહેશે કાર્યરત

બ્રિજના સમારકામની કામગીરી શરુ કરાઈ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એટલે કે બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરાયો છે, જ્યારે બીજી તરફનો રસ્તો કાર્યરત છે. એટલે કે એક રોડ પર આવન-જાવન હોવાથી દિવાળીના તહેરાવોમાં ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બનશે.

સ્થાનિકોએ શું કહ્યું?

સ્થાનિકોનું કહેવું છે કે, આ રસ્તા પર સામાન્ય દિવસોમાં વાહનવ્યવહાર વધુ જોવા મળતો હોય છે, તેવામાં દિવાળીના તહેવારમાં મોટાપાયે લોકોનું પરિવહન થવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. બ્રિજની કામગીરી દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થામાં એક સાઈડથી લોકો અવર-જવર કરી રહ્યાં છે, પરંતુ તંત્રએ તહેવાર પહેલા કે તહેવાર બાદ આ પ્રકારની કામગીરી શરૂ કરવાની જરૂર હતી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here