Friday, October 2, 2026
HomeGujaratSuratનિલેશ કુંભાણી ફરી ચર્ચામાં, દિવાળીની શુભેચ્છા પાઠવતાં પોસ્ટર પર 'ગદ્દાર' લખી દેવાયું

નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં, દિવાળીની શુભેચ્છા પાઠવતાં પોસ્ટર પર ‘ગદ્દાર’ લખી દેવાયું

Date:

Related stories

નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર...

દરેક વાર્તા સરળ જવાબો માટે હોતી નથી. કેટલીક વાર્તાઓ...

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ...

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ઈન્ડિયન સુપરક્રોસ...

શ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની શ્રીજીકૃપા પ્રોજેક્ટ લિમિટેડએ કુલ ₹500 કરોડના...

Surat News : દેશમાં આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક ખૂબ ચર્ચાસ્પદ બની હતી. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)નું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરિફ જાહેર થયા હતા. આ દરમિયાન નિલેશ કુંભાણી કલેક્ટર કચેરીમાં હાજર થઈ ગયા હતા, પરંતુ તેમના ટેકેદાર ન પહોંચતા આખરે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તે વખતે કુંભાણી વિરુદ્ધ વિરોધનો લોકજુવાળ જોવા મળ્યો હતો. જોકે હવે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે અને તહેવાર ટાણે પણ તેમના વિરુદ્ધ તે વખતનો વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરથી ગદ્દાર લખવામાં આવ્યું હતું.

કુંભાણીનો વિરોધ

નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરે ગદ્દાર લખવામાં આવ્યું છે. રિક્ષા પર દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર રાત્રિ દરમિયાન ગદ્દાર લખવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટએ કહ્યું કે, નિલેશ કુંભાણીએ કોંગ્રેસની સાથે સાથે સુરતના મતદારો સાથે દ્રોહ કર્યો હતો. જે લોકો ભુલ્યા નથી. જેથી આ પ્રકારે વિરોધ કરી રહ્યાં છે. તમામ શરમ નેવે મૂકનાર દલાલના દલાલ નિલેશ કુંભાણીનો વિરોધ થાય તેમાં કોઈએ નવાઈ પમાડવી જોઈએ નહીં.

નિલેશ કુંભાણીનો વિરોધ

પોસ્ટર પર લખાયેલા લખાણ અંગે પ્રતિક્રિયા આપતાં નિલેશ કુંભાણીએ કહ્યું કે, હું મારા વતનના ગામમાં છું. સુરતમાં નથી. પોસ્ટર કદાચ મારી ઓફિસથી લગાવાયા હોય શકે છે. જેની મને જાણ નથી. સાથે જ પોસ્ટર પર વિરોધમાં જે લખાયું હોય તે અંગે હું કંઈ કહેવા માગતો નથી. જો કે, આ વખતે નિલેશ કુંભાણીના પોસ્ટરમાં કેસરીયો કલર વધુ હોવા અંગે તેણે કહ્યું કે, મને પોસ્ટર કે કલર કશી જ ખબર નથી.

નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર...

દરેક વાર્તા સરળ જવાબો માટે હોતી નથી. કેટલીક વાર્તાઓ...

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ...

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ઈન્ડિયન સુપરક્રોસ...

શ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની શ્રીજીકૃપા પ્રોજેક્ટ લિમિટેડએ કુલ ₹500 કરોડના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here