Friday, August 14, 2026
HomeIndiaપતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી માર્યું, કર્ણાટકની હચમચાવતી...

પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી માર્યું, કર્ણાટકની હચમચાવતી ઘટના

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

કર્ણાટકના રામનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ તેના પતિનું દેવું ચૂકવવા માટે પોતાના જ બાળકને વેચી માર્યું હતું. મહિલાએ પતિની જાણ બહાર જ 30 દિવસના નવજાતને બારોબાર વેચી દીધું હતું. પતિએ દીકરો ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ કરતાં આ ભાંડો ફૂટ્યો હતો.

1.5 લાખમાં વેચી માર્યું :
મહિલાએ તેના 30 દિવસના નવજાત બાળકને 1.5 લાખ રૂપિયામાં વેચી માર્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. આ સાથે બાળકના ખરીદનાર અને અન્ય બે સહયોગીઓની પણ ધરપકડ કરાઈ છે. પોતાના જ બાળકને વેચવા પાછળનું કારણ મહિલાએ પતિના માથે દેવું હોવાનું જણાવ્યું હતું.બાળકને બચાવીને માંડ્યાના બાળ કલ્યાણ ગૃહમાં મોકલી દેવાયો હતો. મહિલાના પતિએ 7 ડિસેમ્બર, 2024ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો નવજાત પુત્ર ઘરેથી ગુમ થયો હતો અને તેને તેની પત્નીની મિલીભગતથી કંઈક ખોટું થયું હોવાની શંકા હતી. પતિ-પત્ની બંને રોજીરોટી માટે મજૂરી કરે છે અને તેમને પાંચ બાળકો છે. ઓછી આવકના કારણે દંપતીને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી.

સંબંધીને ત્યાં મોકલ્યાનું બહાનુ કર્યું હતું :
નવજાત બાળકના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, “5 ડિસેમ્બરની સાંજે હું કામ પરથી ઘરે પાછો ફર્યો અને જોયું કે મારો પુત્ર ગુમ હતો. જ્યારે મેં પૂછપરછ કરી તો મારી પત્નીએ મને કહ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ છે અને તેણે તેને એક સંબંધી પાસે મોકલી દીધો છે. આનાથી હું ભોજન લીધા બાદ કામ પર ગયો અને રાત્રે પાછો ફર્યો, પરંતુ ફરીથી મારા પુત્ર અને મારી પત્નીએ એ જ વાતનું પુનરાવર્તન કર્યું, પરંતુ આ વખતે મને શંકા હતી.ફરિયાદીએ જણાવ્યું હતું કે, “જ્યારે મને શંકા ગઈ, ત્યારે મેં મારી પત્ની પાસેથી ડૉક્ટર કે સંબંધીનો નંબર માંગ્યો. પરંતુ તે બહાના કરવા લાગી, જેના કારણે અમારી વચ્ચે ઝઘડો થયો. ફરિયાદ બાદ મહિલા પોલીસ બાળકની માતાને મળવા ગઈ હતી. રિપોર્ટ અનુસાર એક તપાસ અધિકારીએ જણાવ્યું કે, “આરોપીએ બાળક તેના સંબંધી પાસે હોવાનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.” જો કે, આ પછી મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે પોતાનું બાળક બેંગલુરુની એક મહિલાને 1.5 લાખ રૂપિયામાં વેચ્યું હતું.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here