Saturday, October 17, 2026
HomeSportsબાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જેનો અમલ તાત્કાલિક થશે નહી. જો કે તેણે તાત્કાલિક અસરથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શાકિબ 27 સપ્ટેમ્બરથી કાનપુર ખાતે ભારત સામે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં રમશે. આ પછી તે વધુ એક ટેસ્ટ ક્રિકેટ સીરિઝ રમશે અને પછી તે રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દેશે.આગામી સમયમાં બાંગ્લાદેશમાં યોજનારી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ તેની આ ફોર્મેટમાં છેલ્લી સીરિઝ હશે. શાકિબે આ જાહેરાત ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા કાનપુરમાં મીડિયાને સંબોધિત કરતી વખતે કરી હતી. આ દરમિયાન તેણે પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ ઓક્ટોબરમાં બે મેચની ટેસ્ટ સીરિઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે.શાકિબે જણાવ્યું હતું કે, મેં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને આવતા મહીને મીરપુર ખાતે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે શાકિબ આ સીરિઝમાં રમવા માટે સુરક્ષા મંજૂરી મળે છે કે નહી તેના પર નિર્ભર કરે છે. જો શાકિબ આ ટેસ્ટમાં નહીં રમી શકે તો, ભારત સામે 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ તેના માટે છેલ્લી ટેસ્ટ બની શકે છે.

શાકિબની ક્રિકેટ કારકિર્દી :
પોતાની ક્રિકેટની કારકિર્દી દરમિયાન શાકિબે T20I ક્રિકેટમાં બાંગ્લાદેશ માટે 129 મેચ રમી છે, જેમાં તેણે 126 ઇનિંગ્સમાં કુલ 2551 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન અને સરેરાશ 23.19 રહી હતી. તેણે 121.25ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદી પણ સામેલ છે. બોલિંગમાં શાકિબે 149 વિકેટ લીધી છે. અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં શાકિબે 70 મેચોમાં 242 વિકેટ ઝડપી છે, અને બેટર તરીકે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 4600 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 31 અડધી સદી સામેલ છે. તેણે એક બેવડી સદી પણ ફટકારી છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here