Wednesday, August 26, 2026
HomeGujaratAhmedabadમણિનગરનો પરિવાર હોસ્પિટલમાં હતો અને તસ્કરો ઘરમાંથી ૧૬.૬૦ લાખની મતા ચોરી ગયા

મણિનગરનો પરિવાર હોસ્પિટલમાં હતો અને તસ્કરો ઘરમાંથી ૧૬.૬૦ લાખની મતા ચોરી ગયા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. મણિનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તસ્કરો ૧૬.૬૦ લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. દાદીની તબિયત ખરાબ હોવાથી મકાન બંધ કરીને પરિવાર હોસ્પિટલમાં હતો તે સમયે તસ્કરોએ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે.મણિનગર વિસ્તારમાં આવેલ હરિહર સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય અંકિત ઠક્કરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. અંકિતભાઈ ઓઢવમાં આવેલી એક ખાનગી કંપનીમાં આ‌સિસટ્ન્ટમેનેજર-ડિઝાઈનર તરીકે નોકરી કરે છે. અંકિતભાઈનાં દાદીને ફેફસાંની બીમારી થતાં ગાંધીનગરની એસએમવીએસ હોસ્પિટલમાં દાખલ કરવાં આવ્યાં હતાં. દાદીની તબિયત ખરાબ હોવાથી રૂપિયાની જરૂર પડશે તેમ વિચારીને અંકિતભાઈનાં દાદીના સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકરમાંથી પાંચ કિલો ચાંદીની લગડીઓ તથા સાત તોલા સોનાના દાગીના લાવીને બેડરૂમની તિજોરીમાં મૂક્યા હતા. બીજા દિવસે અંકિતભાઈ દાદીનાં કસરત કરવાનાં સાધન લઈ ઘરને લોક મારી નોકરીએ ગયા હતા અને સાંજે અંકિતભાઈ સીધા હોસ્પિટલ ગયા હતા.ત્યારબાદ ગઇ કાલે સવારના દસ વાગ્યાની આસપાસ અંકિતભાઈ નોકરી પર હાજર હતા ત્યારે તેમની પત્નીનો તેમના પર ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે પાડોશમાં રહેતાં જ્યોતિબહેનનો ફોન આવ્યો હતો કે તમારા ઘરની પાછળની બારીની ગ્રીલ તૂટેલી છે. આથી અંકિતભાઈ નોકરી પરથી સીધા તેમના ઘરે આવી ગયા હતા, જ્યાં ઘરનો સરસામાન અસ્તવ્યસ્ત હતો અને ‌તિજોરી પણ ખુલ્લી હતી. અંકિતભાઈએ ‌તિજોરી ચેક કરતાં તેમાં રહેલા ૩૭. પ તોલા સોનું અને આઠ કિલો ચાંદીના દાગીના ગાયબ હતાં. ચોરીની જાણ થતાં આડોશપાડોશના લોકો અંકિતભાઈના ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મણિનગર પોલીસે તાત્કા‌લિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ બારીની ગ્રીલ તોડીને બેડરૂમમાં પ્રવેશ કરી તિજોરીમાંથી કુલ રૂ.૧૧ લાખનું સોનું તેમજ ૩.ર૦ લાખ રૂપિયાની ચાંદી મળીને કુલ ૧૬.૬૦ લાખ રૂપિયાની ચોરી કરી છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here