Thursday, August 27, 2026
HomeGujaratAhmedabadરાજયમાં પાણીચોરોની ખૈર નથી : બે વર્ષની કેદની સજા

રાજયમાં પાણીચોરોની ખૈર નથી : બે વર્ષની કેદની સજા

Date:

Related stories

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

અમદાવાદ, તા.૨૬
ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં આજે પસાર કરવામાં આવ્યું હતું. કેનાલમાંથી પાણી ચોરી અને કેનાલમાં થતાં નુકસાનને અટકાવવા રાજ્ય સરકારનું વિધાનસભામાં સુધારા વિધેયક ગૃહમાં પસાર થઈ ગયું. આ વિધેયકમાં સજા અને દંડમા વધારો કરાયો છે. આ અંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, આ બિલ પાણી ચોરો ઉપર નિયંત્રણ લાવશે. નવા વિધેયકમાં પાણી ચોરી કે તેને લગતી પ્રવૃત્તિના કેસમાં બે વર્ષની કેદ સુધીની સજાની જાગવાઇ કરાઇ છે. જયારે રૂ.દસ હજારથી લઇ બે લાખ રૂપિયા સુધીના દંડની પણ જાગવાઇ ઉમેરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના કાયદામાં, જુની જોગવાઈ મુજબ નહેરને નુકસાનકારક કામગીરી બદલ અગાઉ ત્રણ થી છ મહિના સુધી કેદની સજા અને પાંચથી દસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતી પરંતુ તે હવે સુધારી વધુ આકરી અને સખત બનાવવામાં આવી છે. આ વિધેયક અંગે ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર છેલ્લા ઘણાં વર્ષોથી ખેડૂતોને પાણી મળે તે માટે ચિંતા કરે છે. સુજલામ સુફલામ, નર્મદા સહિત અનેક યોજનાઓથી પાણી પહોંચાડ્‌યું છે. દોઢથી બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે પાણી પહોંચાડ્‌ાયું છે. જેનો સીધો લાભ ખેડૂતોને મળ્યો છે અને તેમનું ઉત્પાદન વધ્યું છે. આ બિલ જે ખૂબ ઓછા લોકો કે જે પાણી ચોરી કરે છે તેના પર નિયંત્રણ લાવશે. માથાભારે લોકો ખેડૂતો સુધી પાણી પહોંચવા દેતા નથી. કાયદામાં સજાની જોગવાઈ વધારી છે. નાના ગુનામાં નાની સજા અને મોટા ગુનામાં મોટી સજાની જોગવાઈ કરી છે. આ કાયદો ઉધોગગૃહો, ખેડૂતો કે રાજકીય પક્ષના નેતાઓ પર પણ લાગુ પડશે. કોંગ્રેસની સરકારમાં માધવસિંહ સોલંકી પણ આ બિલ લાવ્યા હતા. પાણી ચોરી અટકાવવા માટે સુધારા વિધેયકનો કોંગ્રેસ દ્ગારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર કરીને બિલ પાછું ખેંચવાની માગ કરી હતી. આ બિલ ખેડૂત વિરોધી હોવાનું કોંગ્રેસ જણાવ્યું હતું. જે બાદ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના સભ્યોએ સીએમ ઓફિસ બહાર ધરણાં કરી વિરોધ નોંધાવ્યો હતો.

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here