રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ- 9 અને 11ના વર્ગો શરૂ થશે

0
23
આ મામલે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે,
આ મામલે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, "હાલ ધોરણ-10 અને ધોરણ-12નું શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્કૂલોમાં બાળકોની હાજરી પણ સંતોષકારક જોવા મળી રહી છે.

ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ  તરફથી કરવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ મીડિયાને સંબોધતા શિક્ષણમંત્રીએ આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ  સરકારે ધોરણ-9થી ધોરણ-12 સુધીના ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની પણ મંજૂરી આપી છે. જોકે, તેમણે પણ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ ઉપરાંત અન્ય કોઈ ધોરણના વર્ગો કે ટ્યુશન ક્લાસિસ શરૂ કરી શકાશે નહીં.આ મામલે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, “હાલ ધોરણ-10 અને ધોરણ-12નું શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્કૂલોમાં બાળકોની હાજરી પણ સંતોષકારક જોવા મળી રહી છે. વાલીઓએ પણ મોટા પ્રમાણમાં સંમતિ આપી છે. તમામ વાતોને ધ્યાનમાં રાખીને હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે.”