Monday, September 14, 2026
HomeGujaratAhmedabadવર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે : તમારો અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ...

વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે : તમારો અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13 ઓગસ્ટર, 2024ના રોજ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે મનાવવામાં આવે છે. એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 500થી વધુ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાન થકી કુલ 1600થી વધુ લોકોને અંગોનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચાઇના બાદ ભારત ત્રીજા ક્રમે છે. 13મી ઓગસ્ટ એ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિતે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉ. પ્રફુલ કામાણી લોકોને અંગોનું વેઇટીંગ ઘટાડવા અંગદાન અંગેની સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા માટેની અપીલ કલરે છે. ડૉ. પ્રફુલ કામાણી (સિનિયર કન્સલ્ટન્ટ: ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, હેપેટોલોજિસ્ટ અને એન્ડોસ્કોપિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ) જણાવે છે કે, “હાલ દેશમાં થતા ટ્રાન્સપ્લાન્ટમાંથી 85 ટકા જીવીત વ્યક્તિના અંગોથી અને 15 ટકા જ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી મળેલા અંગોની મદદથી ટ્રાન્સપ્લાન્ટ થાય છે. નેશનલ હેલ્થ પોર્ટલ મુજબ ભારતમાં લોકોને યોગ્ય સમયે અંગો ન મળવાને કારણે દર વર્ષે 5 લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાંથી લીવરના અભાવે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા લગભગ 2 લાખ જેટલી છે. જેમાંથી લીવરના અભાવે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા લગભગ 2 લાખ જેટલી છે. એક વર્ષમાં 2000 લોકોને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે પરંતુ માત્ર 5000 લોકોને જ લિવર મળે છે. માનવ શરીર અત્યંત સુવ્યવસ્થિત રીતે કામગીરી કરે છે, જેમાં આપણા શરીરના દરેક અંગ શરીરની કામગીરી માટે અલગ અલગ રીતે મહત્વની ભૂમિકા ભજવે છે. બીજી તરફ જો શરીરના કોઈપણ અંગમાં કોઈ પ્રકારની સમસ્યા હોય તો વ્યક્તિ ધીરે ધીરે બીમાર થવા લાગે છે. તેમજ શરીરના કોઈપણ અંગનું કામ ન કરવું એ પણ જીવલેણ સાબિત થઇ શકે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here