Friday, June 5, 2026
HomeGujaratAhmedabadવિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર 'કલર'કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો ગાંધીનગર પહોંચતા વિતરણ...

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો ગાંધીનગર પહોંચતા વિતરણ અટકાવાયું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 8-9ની વિદ્યાર્થીનીઓને મફત સાયકલ આપવામાં આવે છે. ત્યારે આ સાયકલોને લઈને એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. સૌથી પહેલા રાજ્ય સરકારે સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ચૂકવ્યા હોવાના આરોપ લાગ્યા છે. ત્યારબાદ ખરીદાયેલી હજારો સાયકલો ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હવે આ સમયસર વિતરણ ન કરેલી અને કટાયેલી સાયકલો પર કલરકામ કરવાનું તરકટ સામે આવ્યું છે.

આ સાયકલની મદદથી વિદ્યાર્થીનીઓ સમયસર અને નિયમિત શાળાએ પહોંચી શકે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સાયકલનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ યોજના હેઠળ 2023ના શાળા મહોત્સવમાં વિતરણ માટે ખરીદાયેલી સાયકલો ભંગાર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. હજારો સાયકલો ખેતરોમાં અને ગોડાઉનોમાં ધૂળ-કાટ ખાઈ ગઈ છે. ત્યારે હવે આ ભંગાર થઈ ગયેલી સાયકલો પર બેદરકારી છૂપાવવાનું કલરકામ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને તેને નવી જેવી બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.રંગકામનો મામલો ગાંધીનગર પહોંચ્યો છે. આ મામલો ગંભીર બનતા મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોનું વિતરણ અટકાવી દેવાની સૂચના અપાઈ છે. કેટલાક જિલ્લાઓમાં તો આ સાયકલો હટાવી લેવા માટેના પરિપત્રો પણ જાહેર કરી દેવાયા છે. ગાંધીનગરના સેક્ટર 3માં ગાંધીનગર તાલુકાની શાળાઓ માટેની સાયકલો રાખવામાં આવી છે. આશ્ચર્યનક રીતે આ સાયકલો પર નવેસરથી રંગકામ કરાઈ રહ્યું છે, જે અનેક સવાલો ઉભા થયા છે. આ સાયકલો સમયસર વિતરણ ના કરવા પર કોઈ કાર્યવાહી કેમ ના થઈ? હવે આ સાયકલો પર ફરી રંગકામ કરીને વધુ ખર્ચ કરાઈ રહ્યો છે. ત્યારબાદ હવે સાયકલોનું વિતરણ અટકાવ્યા બાદ સાયકલનું શું કરાશે? જનતાના કરોડો રૂપિયા પર પાણી ફેરવનાર પર ક્યારે કાર્યવાહી થશે? આ સમગ્ર ઘટનાને કૌભાંડ તરીકે પણ જોવામાં આવી રહી છે. ત્યારે શું તેના માટે જવાબદાર સામે સરકાર કોઈ પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here