વિધાનસભા ચૂંટણીઃ MP-મિઝોરમમાં 28 નવે., રાજસ્થાન-તેલંગાણામાં 7 ડિસે. વોટિંગ, 5 રાજ્યોના પરિણામ 11 ડિસેમ્બરે

0
77
/news/NAT-HDLN-election-commission-to-announce-dates-of-the-upcoming-assembly-polls-today-gujarati-news-5966322-NOR.html?ref=h
/news/NAT-HDLN-election-commission-to-announce-dates-of-the-upcoming-assembly-polls-today-gujarati-news-5966322-NOR.html?ref=h

ચૂંટણી કમિશન મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. આ સિવાય રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને તંલેગાણામાં એક જ તબક્કામાં મતદાન કરવામાં આવશે. 11 ડિસેમ્બરે પાંચેય રાજ્યોની મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે.

છત્તીસગઢમાં પહેલાં તબક્કાનું મતદાન 12 નવેમ્બરે થશે. તે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર છે, જ્યારે સ્ક્રૂટની 24 ઓક્ટોબર થશે. આ તબક્કામાં 18 વિધાનસભા સીટ માટે મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે.

મધ્ય પ્રદેશ-મિઝોરણ ચૂંટણી

મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે મતદાન થશે. અહીં એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. મિઝોરમમાં પણ આ જ દિવસે મતદાન થશે.

રાજસ્થાન-તેલંગાણામાં ચૂંટણી

રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે મતદાન થશે. અહીં પણ એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. તેલંગાણામાં પણ વિધાનસભા ભંગ થઈ હોવાથી અહીં પણ 7 ડિસેમ્બરે જ ચૂંટણી આયોજિત કરવામાં આવી છે.

ઈલેક્શન કમિશન દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ચીફ ઈલેક્શન કમિશનર ઓપી રાવતે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા 15 ડિસેમ્બર પહેલાં પૂરી કરી દેવાની છે. તેથી 11 ડિસેમ્બરે પાંચેય રાજ્યોમાં મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીમાં આધુનિક ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. તે સાથે જ મતદાનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

2013માં કોની મળી હતી કેટલી સીટો

પક્ષ મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન
બીજેપી 165 49 163
કોંગ્રેસ 58 39 21
બસપા 4 1 3
અન્ય 3 1 13
કુલ 230 90 200
સત્તાના દાવેદાર

મધ્ય પ્રદેશ- શિવરાંજ સિંહ ચૌહાણ, કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા
છત્તીસગઢ- રમણ સિંહ, અજીત જોગી, ભૂપેષ બઘેલ, ટીએમ સિંહદેવ
રાજસ્થાન- વસુંધરા રાજે સિંઘિયા, અશોક ગેહલોત, સચિન પાયલટ
દરેક જગ્યાએ પ્રચારમાં માત્ર ત્રણ જ ચહેરા- નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી