Wednesday, August 5, 2026
HomeGujaratવિધાનસભા સત્રના બે દિવસ પછી ખેડૂતો માટે લાભદાયી જાહેરાત કરાશે: નીતિન પટેલ

વિધાનસભા સત્રના બે દિવસ પછી ખેડૂતો માટે લાભદાયી જાહેરાત કરાશે: નીતિન પટેલ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. આ માટે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. જે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, વિધાનસભા સત્રના બે દિવસ પછી રાજ્યના ખેડૂતો માટે લાભદાયી જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના ખેડૂતો માટે અમારી સરકારે ઘણાં મહત્વના કાર્યો કર્યા છે. નીતિન પટેલ વધુમાં કહ્યું કે, વિધાનસભામાં કોંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ કરી કોંગ્રેસ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. અમારી કામગીરી સામે કોંગ્રેસ ભૂતકાળની સરખામણી કરે. અમે 22 વર્ષમાં એકપણ વખત ખેડૂતો પર લાઠીચાર્જ કે ગોળીબાર કર્યો નથી. જ્યારે કોંગ્રેસે ખેડૂતોની રેલી પર અત્યાચાર કર્યા છે. યુવા કોંગ્રેસીઓ અત્યારે હોદ્દેદારો છે તેમણે કોંગ્રેસનો ભૂતકાળ તપાસવો જોઇએ. કોંગ્રેસે ખેડૂતોને અત્યાચાર સિવાય કશું આપ્યું નથી.કોંગ્રેસે નર્મદા યોજના માટે કઈ કર્યું નથી

નીતિનભાઈ પટેલે સરદાર સરોવર અંગે કહ્યું કે, ‘કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ નર્મદા યોજના મામલે કંઇ કર્યું નથી. સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. હાલ ખેડૂતોને મહત્તમ પાણી પહોંચે તેવા અમારા પ્રયત્નો રહ્યાં છે. ડ્રીપ ઈરિગેશન પદ્ધતિમાં 70થી 80% સબસિડી ખેડૂતોને આપી છે. કોંગ્રેસને સાચી રીતે ખેડૂતોના પ્રશ્ન ઉકેલવામાં રસ નથી પરંતુ કઇ રીતે રાજકીય લાભ લઇ શકે તે જ તરફ કામ કરે છે. તેઓ આવું કરીને રાજ્યની શાંતિ ડહોળી રહ્યાં છે. તેમણે ખેડૂતોની મદદ માટે સરકારના મંત્રીને મળીને તેનો કોઇ રસ્તો કાઢવો જોઇએ.

બે દિવસ પછી ખેડૂતોને ફાયદો થાય તેવી જાહેરાત કરાશે
તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસને ખેડૂતોના પ્રશ્નોને હલ કરવામાં રસ નથી પરંતુ કઇ રીતે રાજકીય લાભ લઇ શકે તે જ તરફ કામ કરે છે.’ નીતિન પટેલે કહ્યું કે, ‘ગુજરાતના ખેડૂતો અમારી સરકારની જાહેરાતોથી ખુશ છે. બે દિવસ પછી ખેડૂતોને ફાયદો થાય તેવી જાહેરાત કરવામાં આવશે. હાલ ચોમાસું સત્ર ચાલે છે તેથી હાલ નહીં પરંતુ બે દિવસ પછી કરવામાં આવશે. તેમણે આગળ જણાવતા કહ્યું કે, ‘અમે સવાસો કરોડ ગુજરાતીઓ માટે કામ કરીએ છીએ જ્યારે કોંગ્રેસ ચોક્કસ નાતી-જાતિમાં માટે જ કામ કરે છે. કોંગ્રેસ ખેડૂતો માટે નહીં પોતાની માટે અને મીડિયામાં આવવા માટે જ આ રેલી કરવામાં આવી રહી છે.

કોંગ્રેસે આક્ષેપો કર્યા

નોંધનીય છે કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ તરફથી ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે નવ વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ 10 વાગ્યા સુધી કાર્યક્રમ શરૂ થયો ન હતો. રેલીમાં મુકવામાં આવેલી ખુરશીઓમાં ક્યાંય સુધી પાંખી હાજરી જોવા મળી હતી. બીજી તરફ કોંગ્રેસ તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ લોકોને તેમના કાર્યક્રમ સુધી પહોંચવા નથી દેતી

MGUJ-AHM-HMU-LCL-after-the-assembly-session-the-beneficiary-will-be-announced-for-the-farmers-gujarati-news
MGUJ-AHM-HMU-LCL-after-the-assembly-session-the-beneficiary-will-be-announced-for-the-farmers-gujarati-news

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here