Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadસાબરમતી રેલવે સ્ટેશનથી ૨૩ કિલો ચરસ જપ્ત કરાયો

સાબરમતી રેલવે સ્ટેશનથી ૨૩ કિલો ચરસ જપ્ત કરાયો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ચરસના જથ્થા સાથે બેની ધરપકડ ઃ ચરસનું કન્સાઇનમેન્ટ જપ્ત કરાયુ ઃ ચરસનો જથ્થો જમ્મુ-કાશ્મીરમાંથી લવાયો
અમદાવાદ, તા.૨૭
અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ ફરી એકવાર એક મહત્વના ઓપરેશનમાં, શહેરના સાબરમતી રેલ્વે સ્ટેશન પરથી ૨૩ કિલોના ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. એનસીબી દ્વારા જપ્ત કરાયેલા ચરસના જથ્થાની બજાર કિંમત રૂ.૨૮ લાખ થવા જાય છે. સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતેથી ચરસનો જથ્થો આટલો મોટો ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એનસીબીને ચોક્કસ બાતમી મળી હતી તે માહિતીના આધારે, શહેરના સાબરમતી રેલવે સ્ટેશન પરથી અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓએ ૨૩ કિલો ચરસના ૧૨ પેકેટ્‌સ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરોના અધિકારીઓએ સાબરમતી રેલવે સ્ટેશન પર બે મુસાફરોને આંતરી તેમનો સામાન ચેક કર્યો હતા અને જડતી લીધી હતી. તે દરમ્યાન આરોપી મોહમંદ રિઝવાન કૈયમુદ્દીન અને જીશાન છોટે પાસેથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ચરસની હેરાફેરી કરી રહેલા આ બન્ને આરોપી ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં આ ચરસ જમ્મુ અને કાશ્મીરથી લવાયો હોવાની વાત સામે આવી હતી. આ ચરસ પ્રતિ કિલો રૂ.૧.૨૦ લાખના ભાવે વેચવાનું હતું. આમ આ ચરસની કિંમત લગભગ રૂ.૨૮ લાખ જેટલી થાય છે. એનસીબીના અધિકારીઓએ હવે ચરસનું આ કન્સાઇનમેન્ટ કોના કહેવાથી મંગાવાયુ હતું અને કોને ડિલીવરી કરવાનું હતુ અને આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે તે સહિતની બાબતોની દિશામાં હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here