હરિયાણા: બોર્ડ ટોપર સાથે અપહરણ બાદ ગેંગરેપ: 24 કલાક પછી FIR નોંઘાઈ

0
147
.NAT-HDLN-board-topper-student-kidnap-and-harass-in-haryana-gujarati-news

આરોપી ફરારબોર્ડ પરીક્ષામાં ટોપર રહેલી રેવાડીની એક વિદ્યાર્થિની સાથે અપહરણ અને સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ત્રણ યુવકોએ આ ઘટનાને મહેન્દ્રગઢમાં અંજામ આપ્યો. એટલા માટે એફઆઈઆર નોંધવામાં રેવાડી પોલીસ આનાકાની કરતી રહી. દુષ્કર્મ બાદ આરોપીઓએ વિદ્યાર્થિનીને કનીના બસ સ્ટેન્ડની પાસે નશાની હાલતમાં છોડી ગયા.

બુધવાર મોડી રાત્રે બે વાગ્યે પોલીસે વિદ્યાર્થિનીના મેડિકલ ટેસ્ટ કરાવ્યા. 24 કલાક બાદ રેવાડીમાં ઝીરો એફઆઈઆર નોંધી મામલાને મહેન્દ્રગઢ ટ્રાન્સફર કરવામાં આવ્યો. આ પહેલા પરિવારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા. હાલ કોઈ પણ આરોપીની ધરપકડ નથી કરવામાં આવી.

કોચિંગ માટે કનીના આવી હતી વિદ્યાર્થિની

વિદ્યાર્થિની બુધવારની સવારે કોચિંગ માટે પોતાના ઘરેથી કનીના આવી હતી. આ દરમિયા બસ સ્ટેન્ડ ઉપર જ તેના ગામના બે યુવક પંકજ અને મનીષ તેને મળ્યા હતા. યુવકોએ વિદ્યાર્થિનીને લિફ્ટ આપી બાઇક પર બેસાડી દીધી. થોડીવાર બાદ તેને યુવકોએ પાણી પીવડાવ્યું. પાણી પીતા જ તે બેહોશ થઈ ગઈ. ભાનમાં આવી તો તે એક કૂવા પર હતી, જ્યાં પર નિશુ નામનો અન્ય એક યુવક હતો. અહીં ત્રણેયે સામૂહિક દુષ્કર્મ કર્યું.

આરોપીઓએ વિદ્યાર્થિનીના પિતાને ફોન કરી જણાવ્યું

દૂષ્કર્મ કર્યા બાદ સાંજે લગભગ 4:30 વાગ્યે આરોપીઓ વિદ્યાર્થિનીને કનીનામાં છોડી ફરાર થઈ ગયા. ત્યારબાદ ત્રણેયે યુવતીના પિતાને ફોન કરી તે કનીનામાં નશાની હાલતમાં હોવાની જાણકારી આપી. નરનૌલના એસપી વિનોદ કુમારે જણાવ્યું કે આરોપીઓની વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધી લેવામાં આવ્યો છે. આરોપીઓએ ટૂંક સમયમાં અમે ઝડપી લઈશું

.NAT-HDLN-board-topper-student-kidnap-and-harass-in-haryana-gujarati-news
.NAT-HDLN-board-topper-student-kidnap-and-harass-in-haryana-gujarati-news